ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જેને લઈને મહાનગરોમાં ઓફ લાઈન શિક્ષણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાહેર થયેલી પરિક્ષા ના કાર્યક્રમ પણ મોકૂફ રાખવામાં આવ્યા છે.
ત્યારે ગુજરાત યુનીવર્સીટી દ્વારા મોકૂફ રાખવામાં આવેલી પરિક્ષાનિ તારીખો ફરી એકવાર જાહેર કરવામાં આવી છે. ગુજરાત યુનીવર્સીટી ની પરિક્ષાઓ આગામી 12 એપ્રિલથી યોજાશે. પરીક્ષા કેન્દ્ર અને સમયમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. BBA, BCA, B.COM ની પરીક્ષાઓ આગામી ૧૨ એપ્રિલથી શરુ થશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોના રોજ તેના જુના રેકોર્ડ તોડી નવી સપાટી નોધાવી રહ્યો છે. ગત રોજ પણ રાજ્યમાં રેકોર્ડ બ્રેક 1640 કેસ સામે આવ્યા છે. તો કોરોના ટેસ્ટીંગ ડોમ ઉપર પણ લાંબી કતારો જોવા મળી રહી છે.
