Not Set/ મંતવ્યન્યૂઝ Exclusive/ અમદાવાદને નમુનેદાર બનાવનાર પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ સાથે ખાસ મુલાકાત

અમદાવાદનાં પોલીસ કમિશ્નર અનુપકુમાર સિંઘ ત્રણ વર્ષ બાદ અમદાવાદને કહેશે અલવિદા. અમદાવાદને નમુનેદાર બનાવવા માટે જેમણે જબરદસ્ત પુરુષાર્થ કર્યો છે એવા એ.કે.સિંઘ ની નિમણૂક કેન્દ્રનાં એન.એસ.જી. વિભાગનાં ડીજી તરીકે થઇ છે. તેઓ ટૂંક સમયમાં અમદાવાદનાં પોલીસ કમિશ્નરનો ચાર્જ છોડશે. પરંતુ તેમણે અમદાવાદમાં એવી નમુનેદાર કામગીરી કરી છે કે જેના માટે અમદાવાદનાં લોકો તેમને કાયમી યાદ […]

Top Stories Videos
A.k.singh1 મંતવ્યન્યૂઝ Exclusive/ અમદાવાદને નમુનેદાર બનાવનાર પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ સાથે ખાસ મુલાકાત

અમદાવાદનાં પોલીસ કમિશ્નર અનુપકુમાર સિંઘ ત્રણ વર્ષ બાદ અમદાવાદને કહેશે અલવિદા. અમદાવાદને નમુનેદાર બનાવવા માટે જેમણે જબરદસ્ત પુરુષાર્થ કર્યો છે એવા એ.કે.સિંઘ ની નિમણૂક કેન્દ્રનાં એન.એસ.જી. વિભાગનાં ડીજી તરીકે થઇ છે. તેઓ ટૂંક સમયમાં અમદાવાદનાં પોલીસ કમિશ્નરનો ચાર્જ છોડશે. પરંતુ તેમણે અમદાવાદમાં એવી નમુનેદાર કામગીરી કરી છે કે જેના માટે અમદાવાદનાં લોકો તેમને કાયમી યાદ કરશે.

A K Singh NSG મંતવ્યન્યૂઝ Exclusive/ અમદાવાદને નમુનેદાર બનાવનાર પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ સાથે ખાસ મુલાકાત

ગુજરાતનાં વધુ એક આપીએસ અધિકારીની કેન્દ્રમાં નિમણૂક કરવામાં આવી છે. 1985ની બેચનાં IPS અને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર એ. કે. સિંઘની નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)નાં ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂંક થઈ છે.  એ.કે. સિંઘ અમદાવાદ શહેરનાં પોલીસ કમિશ્નર તરીકે એક સ્વચ્છ છબી ધરાવતા પોલીસ અધિકારી છે. મહત્વની વાત એ છે કે, એ.કે. સિંઘ સપ્ટેમ્બર 2020માં નિવૃત થવાના છે, તે પહેલા તેમની દેશની મહત્વની ગણવામાં આવતી સુરક્ષા એજન્સીમાં ડીજી તરીકે નિમણૂક થઈ છે. એનએસજી એટલે નેશનનલ સિક્યોરિટી ગાર્ડ.

A.K.Singh મંતવ્યન્યૂઝ Exclusive/ અમદાવાદને નમુનેદાર બનાવનાર પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ સાથે ખાસ મુલાકાત

આપને જણાવી દઇએ કે, એ.કે. સિંઘ ગુજરાત કેડરનાં 1985ની બેચનાં IPS અધિકારી છે. અમદાવાદ શહેરને સ્વચ્છ, અને ટ્રાફિક મુક્ત કરવામાં તેમનો મોટો ફાળો રહેલો છે. આપને જણાવી દઈએ કે, એ.કે. સિંઘની 30-09-2020 સુધી એટલે કે, તેઓ નિવૃત થાય ત્યાં સુધી એનએસજીની ડાયરેક્ટર તરીકે નિમણુક કરવામાં આવી છે. આ સિવાય કેન્દ્ર સરકારમાં પણ કામ કરવાનો તેમને મોટો અનુભવ છે. અમદાવાદનાં કમિશ્નર તરીકે ફરજ નિભાવ્યા પહેલા તેઓ એસપીજી ગ્રુપનાં ડીઆઈજી તરીકે પણ કામ કરી ચુક્યા છે.

જાણો શું કહ્યુ કેન્દ્રનાં આગામી એન.એસ.જી. વિભાગનાં ડીજી એ.કે.સિંઘે

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.