Video/ રાજ્યમાંથી ગૌણ સેવા પસંદગીની પરીક્ષા માટે ST નિગમનુ આયોજન, એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે

વિદ્યાર્થીઓ ગ્રુપ બુકીંગ પણ કરાવી શકશે.જેમાં અમદાવાદ રાજકોટ અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર વડોદરા અમદાવાદ ની રૂટ શરૂ કરવામાં આવનાર છે.

Videos
પરીક્ષા
  • રવિવારે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા
  • ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા
  • માંથી વિદ્યાર્થીઓની પરીક્ષા માટે એસટી
  • વિદ્યાર્થીઓ માટે 1000 જેટલી બસ નું આયોજન

રવિવારે સમગ્ર ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા યોજાનાર છે જેમાં ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવનાર છે જેને લઈને વિદ્યાર્થીઓની અવર જવર માટે એસટી નિગમ દ્વારા દૈનિક સંચાલન કરતી સિવાયની 1000 જેટલી એક્સ્ટ્રા બસો મુકવાનું આયોજન કરવામાં આવ્યું  છે, જેમાં વિદ્યાર્થીઓ ગ્રુપ બુકીંગ પણ કરાવી શકશે.જેમાં અમદાવાદ રાજકોટ અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર વડોદરા અમદાવાદ ની રૂટ શરૂ કરવામાં આવનાર છે. એટલું જ નહિ, પરીક્ષાના સ્થળે આવવા-જવા માટે નજીકના ડેપો મેનેજરનો સંપર્ક કરી ગ્રૂપ બુકિંગ દ્વારા એક્સ્ટ્રા બસની સુવિધા મેળવી શકશે.આ એસટી સ્ટેન્ડ પરથી વધારાની બસો દોડાવાશે.

તો બીજી તરફ સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો પણ પરીક્ષાને લઈને તાણ અનુભવતા હોય છે. જેને લઈને ગૌણ સેવા પસંદગી મંડળની આ રવિવારે લેવાનાર બિન સચિવાલય સંવર્ગની પરીક્ષાના ઉમેદવારોને પરીક્ષા પૂર્વે કે પરીક્ષા પછી તાણ ચિંતા ભય ડર જેવી સમસ્યાઓ માટે એક હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન નંબર છે 18002333330. જે વિનામૂલ્યે ઉપલબ્ધ છે અને 24 કલાક કાર્યરત છે. આ જીવન આસ્થા માનસિક આરોગ્ય હેલ્પલાઇન નંબર ઉમેદવારોના મનમાં રહેલી ચિંતા દૂર કરશે. હસમુખ પટેલે ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી છે.

આ પણ વાંચો:હવે થાક બહુ થયો, ચાલો નવું કંઈ કરીએ: કૈલાશ ગઢવી

આ પણ વાંચો: સુરતમાં કરોડોની કિંમતનું સોનું પકડાયું : ડીઆરઆઈના દરોડા

મંતવ્ય