કાળઝાળ ગરમી/ કેનેડામાં ગરમીનો ભારે પ્રકોપ, ગરમીએ ૧૦૦ વર્ષનો ઈતિહાસ સર્જ્યો

વિશ્વમાં બદલાયેલા વાતાવરણને કારણે ઠંડા પ્રદેશોમાં અતિશય ગરમી પડી રહી છે તો ગરમ પ્રદેશમાં અતિશય ઠંડી પડી રહી છે. જેના કારણે માનવજીવન અને પ્રાણીઓ ઉપર તેની ભારે અસર પડી રહી છે.   તાજેતરની જો વાત કરીએ તો કેનેડામાં આજે કેટલાક શહેરોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી જતા લોકોને ભારે ગરમીનો અનુભવ થયો હતો. મળતી માહિતી […]

World
images 2 1 કેનેડામાં ગરમીનો ભારે પ્રકોપ, ગરમીએ ૧૦૦ વર્ષનો ઈતિહાસ સર્જ્યો

વિશ્વમાં બદલાયેલા વાતાવરણને કારણે ઠંડા પ્રદેશોમાં અતિશય ગરમી પડી રહી છે તો ગરમ પ્રદેશમાં અતિશય ઠંડી પડી રહી છે. જેના કારણે માનવજીવન અને પ્રાણીઓ ઉપર તેની ભારે અસર પડી રહી છે.

 

તાજેતરની જો વાત કરીએ તો કેનેડામાં આજે કેટલાક શહેરોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી જતા લોકોને ભારે ગરમીનો અનુભવ થયો હતો. મળતી માહિતી મુજબ , કેનેડામાં આજે જે તાપમાન નોંધાયું હતું તે આજથી ૧૦૦ વર્ષ પહેલાં પણ આટલું જ ઉચ્ચ તાપમાન નોંધાયું હતું.

 

૧૦૦ વર્ષ બાદ અતિશય ગરમીના ત્રાસને લોકો સહન કરી રહ્યા છે. આમ, કેનેડામાં મોટા ભાગે ઠંડીનો જોર વધારે જોવા મળતો હોય છે જેના કારણે ત્યાંના લોકોના ઘરોમાં એરકન્ડીશનર એટલા લગાવેલા હોતા નથી. પરંતુ, આજે અતિશય ગરમી પડી જતાં લોકોએ એરકન્ડીશનર નો સહારો લીધો હતો.

 

એટલુજ નહિ અતિશય ગરમીનો પ્રકોપ અને તડકાના કારણે ઘણી બધી સ્કૂલો અને ઓફિસમાં તાત્કાલિક રજા જાહેર કરી દેવાઈ હતી. અને લોકોને પોતાના જ ઘરમાં રહેવાનું અપીલ કરાતા લોકોએ પોતાના ઘરમાં જ ઠંડક મળે તે માટેના વિકલ્પો ઉપલબ્ધ કર્યા હતા.