તમારા માટે/ આ 4 આયુર્વેદિક ઉપાયોથી દુર થશે આંખના નંબર, આંખોની રોશની થશે વધુ સારી!

આંખના સ્વાસ્થ્યને સારું રાખવું પણ ખૂબ જ જરૂરી છે. કેમ કે જો આંખોમાં કોઈ સમસ્યા હોય તો વ્યક્તિ માનસિક રીતે હેરાન થવા લાગે છે. જો તમે તમારી આંખોને મજબૂત રાખવા માંગતા હોવ તો તમે આયુર્વેદિક સારવાર પર પણ વિશ્વાસ કરી શકો છો.

Lifestyle Tips & Tricks

અગર જો આંખને સંબંધિત કોઈ સમસ્યા થાય છે તો સહન કરવું મુશ્કેલ થઇ જાય છે એમાં પણ ખાસ કરીને જો આંખોની રોશની ઓછી થઈ રહી હોય તો વ્યક્તિ પર તેની ઘણી અસર થાય છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો આંખની આ સમસ્યા વધતી જ જાય છે. એક સમય એવો આવે છે જ્યારે વ્યક્તિને દેખાવાનું બંધ થઇ જાય છે. જો તમે પણ આંખ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો કેટલાક આયુર્વેદિક ઉપાયો દ્વારા તેને ઠીક કરી શકાય છે.

ત્રાટકઃ

જો તમારી દૃષ્ટિ નબળી પડી ગઈ હોય તો તમે ત્રાટક પ્રક્રિયાની મદદ લઈ શકો છો. ત્રાટક એ એક પ્રકારની ધ્યાન પ્રથા છે જે મીણબત્તી અથવા દીવાની જ્યોત જેવી કોઈપણ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરીને કરવામાં આવે છે. ત્રાટક ફક્ત તમારું ધ્યાન જ સુધારતું નથી, પરંતુ તે આંખો માટે પણ ફાયદાકારક છે.

નેત્ર ધૌતી 

નેત્રા ધૌતી આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. નેત્ર ધૌતિ એ આંખોને સાફ કરવાની આયુર્વેદિક ટેકનિક છે જેમાં આંખો ખોલીને સ્વચ્છ પાણીથી તેને સાફ કરવાનું હોય છે. આ ટેક્નિક તમારી આંખોમાંથી ગંદકીને સંપૂર્ણપણે સાફ કરે છે.

નેત્ર તર્પણ 

નેત્ર તર્પણ પણ આંખો માટે ખૂબ જ ફાયદાકારક કહેવાય છે. આ એક પ્રકારની આયુર્વેદિક સારવાર છે, જેમાં ઔષધીય ઘી માનવ આંખોમાં નાખવામાં આવે છે. નેત્ર તર્પણ કરતી વખતે આંખો બરાબર ખુલ્લી રાખવાની હોય છે. આંખના તર્પણથી આંખોની રોશની મજબૂત થાય છે.

ત્રિફળા 

ત્રિફળાને આયુર્વેદિક ઔષધિ કહેવામાં આવે છે, જે આંખોને અનેક રીતે લાભ આપે છે. જો તમને સારા પરિણામ જોઈએ છે તો ત્રિફળા પાવડરને પાણીમાં મિક્સ કરો અને તમારી આંખોને સારી રીતે ધોઈ લો. આયુર્વેદિક નિષ્ણાતોના મતે, ત્રિફળા પાણીથી તમારી આંખો ધોવાથી તમારી દ્રષ્ટિ મજબૂત થશે. આ સાથે આંખો પરનો તાણ પણ ઓછો થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:Beauty Tips/શું છે ડર્મા રોલર જે ત્વચાને બનાવે છે મુલાયમ, ફ્લોલેસ અને ગ્લોઇન્ગ, જાણો તેના ફાયદા.

આ પણ વાંચો:#HealthIsWealth/શરીરને તાજગી આપતું એનર્જી ડ્રીંક બની શકે છે અનિદ્રાનું કારણ, Researchમાં સામે આવ્યું તારણ

આ પણ વાંચો:Weight Gain/આ વસ્તુ છુપી રીતે વજન વધારે છે, લોકો તેને હેલ્ધી માનીને તેનું સેવન કરતા રહે છે, જાણો કેવી રીતે