Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ ફેક ન્યૂઝ ફેલાવનાર હવે રહે સાવધાન, તમારુ આધાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સાથે થઇ શકે છે લિંક

સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝનાં વલણને રોકવા માટે સરકાર નક્કર પગલાં ભરવાની દિશામાં આગળ વધવા માંગે છે. એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે, ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નફરતની સામગ્રી અને નકલી સમાચારોનાં ફેલાવાને રોકવા માટે યૂઝર્સની પ્રોફાઇલને તેમના આધાર નંબર સાથે જોડવાની જરૂર છે. એટર્ની જનરલે કહ્યું કે, જેનાથી સોશિયલ […]

August 20, 2019August 21, 2019hardik shah
India

સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝનાં વલણને રોકવા માટે સરકાર નક્કર પગલાં ભરવાની દિશામાં આગળ વધવા માંગે છે. એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે, ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નફરતની સામગ્રી અને નકલી સમાચારોનાં ફેલાવાને રોકવા માટે યૂઝર્સની પ્રોફાઇલને તેમના આધાર નંબર સાથે જોડવાની જરૂર છે. એટર્ની જનરલે કહ્યું કે, જેનાથી સોશિયલ મીડિયા પર દેશ વિરોધી, આતંકવાદ, ફેક ન્યૂઝ, અપશબ્દો અને અશ્લીલ સામગ્રી ફેલાવનાર વ્યક્તિની ઓળખ થવાની સાથે તેને જવાબદાર પણ ગણી શકાશે. સુપ્રીમ કોર્ટે પણ વેણુગોપાલનાં સૂચનને સૈદ્ધાંતિક રીતે સંમતિ આપી છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે, ગુનાની ઓળખ કરવા માટે આ જરૂરી છે.

આપને જણાવી દઇએ કે બોમ્બે અને એમપી ઉચ્ચ અદાલતોમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે જેમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને આધાર નંબરથી લિંક કરવા ફરજિયાત બનાવવા પરના આદેશો આપવામાં આવ્યા છે. આ અરજીઓ સામે ફેસબુક અને વોટ્સએપે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. એટર્ની જનરલે આ ટિપ્પણીઓ સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન કરી હતી.

એટર્ની જનરલે કહ્યું હતું કે, દેશ વિરોધી, આતંકવાદ વિરોધી સામગ્રી, ફેક ન્યૂઝ, માનહાનિ અને અશ્લીલ સામગ્રીને ફેલાવતા અટકાવવા યૂઝર્સની સોશિયલ મીડિયા પ્રોફાઇલને વહેલી તકે તેમના આધાર નંબર સાથે જોડવાની જરૂર છે. આ કરવાથી આ પ્રકારની સામગ્રી ફેલાવનાર વ્યક્તિની ઓળખ કરી શકાય છે અને જવાબદાર ગણાવી શકાય છે. વેણુગોપાલે કહ્યું કે, પ્રથમ વખત સોશિયલ મીડિયા પર આવી સામગ્રી પોસ્ટ કરનાર વ્યક્તિની ઓળખ થવી જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Post navigation

ટ્રેનમાં મળી હતી બાળકી, હવે અમેરિકામાં મળશે નવું જીવન
NIAના ત્રણ અધિકારીઓ પર લાંચ માંગવાના આરોપ, ટ્રાન્સફર બાદ તપાસ શરૂ

More Posts

tirupati temple/ તિરુપતિ વિવાદ વચ્ચે પવન કલ્યાણની મોટી જાહેરાત, ભગવાન વેંકટેશ્વરને પ્રસન્ન કરવા આ મંદિરમાં 11 દિવસ સુધી તપસ્યા કરશે

September 22, 2024Mansi Panara

odisha news/ સરકારી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલના 7 વિદ્યાર્થીઓએ ગૌમાંસથી બનાવી રસોઈ, ઘટના બાદ કોલેજમાં તણાવનો માહોલ

September 16, 2024September 16, 2024Heena Dave

Not Set/ કોરોનાથી ખરડાયેલી ઈમેજને સુધારવા ભાજપ સંઘના માર્ગ પર, કાર્યકર્તાઓને આપ્યા આવા આદેશ … 

June 14, 2021June 15, 2021padma prajay

Jharkhand/ 30 વર્ષ પછી સરસ્વતી દેવી તોડશે મૌન વ્રત,અયોધ્યા જવા રવાના,રામને સમર્પિત કર્યું પોતાનું જીવન

January 9, 2024January 9, 2024Mansi Panara
Cough Dragging long time

Viral Fever/ આ વખતે ઉધરસ આટલા લાંબા સમય સુધી કેમ ચાલે છે? જાણો  એક્સપર્ટે વ્યૂ

January 27, 2023Rahul Rathod

Not Set/ કટાર લેખ/ સરકારની તિજોરીનું સંતુલન ખોરવાય છે, ત્યારે તેની અસર પ્રાથમિક જરૂરિયાતો પર પણ પડે જ…

February 17, 2020February 17, 2020Bhavesh Vyas
MiG21 જેસલમેરમાં ભારત-પાક બોર્ડર પાસે એરફોર્સનું MiG21 પ્લેન ક્રેશ 

પ્લેન ક્રેશ/ જેસલમેરમાં ભારત-પાક બોર્ડર પાસે એરફોર્સનું MiG21 પ્લેન ક્રેશ 

December 24, 2021December 24, 2021padma prajay

Not Set/ PM મોદી સરકાર 2.0નું એક વર્ષ : જાણો 9 મોટા નિર્ણયો જેના કારણે 135 કરોડ ભારતીયોનું ભવિષ્ય બદલાયું

May 30, 2020Bhavesh Vyas

Viral Video/ PM મોદીથી માસૂમ બાળકીએ કરી ફરિયાદ, કહ્યું- હોમવર્કનું ભારણ વધારે છે

June 1, 2021June 1, 2021Maya Sindhav
medical studies 

medical studies / હિન્દી બાદ હવે આ ભાષામાં પણ મેડિકલ અભ્યાસની થઇ માંગ,નાણા મંત્રીએ આપ્યું સમર્થન,જાણો

December 25, 2022garima rao
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy