Not Set/ નકલી સ્ટેમ્પ કૌભાંડ : સુરતમાં નકલી સ્ટેમ્પ પેપરનો સુરત પોલીસ દ્વારા પર્દાફાસ

સુરતમાં નકલી સ્ટેમ્પ પેપર સાથે સુરત પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે તેમની પાસેથી સો રૂપિયાના 10,000 સ્ટેમ્પ નકલી મળી આવ્યા હતા. હાલ તો સુરત પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આરોપીનો ક્યાં ક્યાં નેટવર્ક ચાલે છે તે દિશામાં તપાસ આરંભી છે. સુરત શહેરમાં નકલી જૂતાં,  નકલી દારૂ, નકલી ગુટખા, જેવી વસ્તુઓનો પર્દાફાશ થયો છે ત્યારે […]

Top Stories Gujarat Surat
નકલી સ્ટેમ્પ નકલી સ્ટેમ્પ કૌભાંડ : સુરતમાં નકલી સ્ટેમ્પ પેપરનો સુરત પોલીસ દ્વારા પર્દાફાસ

સુરતમાં નકલી સ્ટેમ્પ પેપર સાથે સુરત પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે તેમની પાસેથી સો રૂપિયાના 10,000 સ્ટેમ્પ નકલી મળી આવ્યા હતા. હાલ તો સુરત પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આરોપીનો ક્યાં ક્યાં નેટવર્ક ચાલે છે તે દિશામાં તપાસ આરંભી છે.

સુરત શહેરમાં નકલી જૂતાં,  નકલી દારૂ, નકલી ગુટખા, જેવી વસ્તુઓનો પર્દાફાશ થયો છે ત્યારે હવે સુરત શહેરમાં નકલી સ્ટેમ્પ પેપર નો પણ સુરત પોલીસે પર્દાફાસ કર્યો છે. સુરતના પુણા પોલીસે બંને આરોપી મનોજ કાંતિભાઈ ઘનજીભાઈ નારોલા અને હરેશ ભાઈ કનુભાઈ ભવાન ગજેરાની ધરપકડ કરી છે.

બંને  એ સુરત શહેર સહિત અન્ય રાજ્યોમાં નકલી સ્ટેમ્પ પેપર બનાવી અને વેપલો કરતા હતા. પરંતુ આ વાતની બાતમી સુરતના પુણા પોલીસ ને મળતા પુણા પોલીસે બંને આરોપીને દબોચી લીધા હતા.  આ બંને આરોપીઓ પાસેથી સો રૂપિયાના દર ના 10,000 સ્ટેમ્પ મળી આવ્યા છે તે પણ નકલી એટલે જ કહેવાય છે કે આ પકડાયેલા આરોપી નકલી સ્ટેમ્પ પેપર નો વેપલો કરી લાખો રૂપિયા કમાતા હતા.  પરંતુ સુરત પોલીસે આખરે નકલી સ્ટેમ્પ પેપર નો વેપલા ના પર્દાફાસ કર્યો છે અને હાલ બંને આરોપી જેલના પાંજરે બંધ છે.

 મહત્વની વાત એ છે કે આ પકડાયેલ બંને આરોપી માંથી એક આરોપી વડોદરા ગામ ખાતે રહેતો હતો જ્યારે બીજો આરોપી સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના દામનગર ગામ ખાતે રહેતો હતો.  બંને આરોપીઓ સાથે મળી અને સુરત શહેર અને અન્ય રાજ્યોમાં પણ નકલી સ્ટેમ્પ પેપર બનાવી અને વેપલો કરતા હતા પરંતુ આખરે આ બંને આરોપીઓ સુરત પોલીસના સકંજામાં આવી ગયા છે.  હાલ તો પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી આ નકલી  સ્ટેમ્પ પેપરમાં કોણ કોણ સંડોવાયેલો છે અને આ નેટવર્ક કયા કયા શહેરમાં ફેલાયું છે…?  તે દિશામાં સુરત પોલીસ પૂછપરછ હાથ ધરી રહી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.