સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને દેશના ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ ફલી એસ નરીમનનું 95 વર્ષની વયે નિધન થયું છે. તેમને 70 વર્ષ સુધી કાયદાનો અભ્યાસ કર્યો અને તેમને પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા. તેમણે સુપ્રીમ કોર્ટમાં અનેક ઐતિહાસિક કેસોની દલીલો કરી હતી. મે 1972માં તેમને ભારતના એડિશનલ સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
ફલી એસ નરીમનને ઈન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ કટોકટી લાદ્યા બાદ તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. નરીમને તેમના પુસ્તકમાં લખ્યું હતું કે તેઓ બિનસાંપ્રદાયિક ભારતમાં વિકાસ પામ્યા અને તેમનું જીવન જીવ્યા અને તેઓ પોતાનો અંતિમ શ્વાસ પણ બિનસાંપ્રદાયિક ભારતમાં લેવા માંગે છે.
70 વર્ષથી વધુની તેમની કારકિર્દીમાં, તેમને પ્રખ્યાત નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન (NJAC) ચુકાદા સહિત ઘણા સીમાચિહ્નરૂપ કેસોની દલીલ કરી છે. તે મહત્વપૂર્ણ SC AOR એસોસિએશન કેસ (જેના કારણે કોલેજિયમ પ્રણાલીનો જન્મ થયો), TMA પાઈ કેસ (કલમ 30 હેઠળ લઘુમતી અધિકારોના અવકાશ પર), અન્ય કેસમાં તે હાજર થયો હતો.
આ પણ વાંચોઃધમકી/ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ પર આતંકનો પડછાયો, પન્નુએ આપી મેચ રદ્દ કરવાની ધમકી
આ પણ વાંચોઃAmerica/ભારતના ડ્રાઇવિંગ લાઇસન્સ પર અમેરિકામાં પણ વાહન ચલાવી શકો છો,જાણો નિયમ
આ પણ વાંચોઃઉમેદવારની યાદી/સમાજવાદી પાર્ટીએ લોકસભાની ત્રીજી ઉમેદવારની યાદી જાહેર કરી,શિવપાલ યાદવ આ બેઠક પર ચૂંટણી લડશે
