Not Set/ રાહુલ ગાંધીનો ઉપવાસ, છોલે ભટુરે ખાઈને આવ્યા નેતા

દેશમાં દલિત ઉત્પીડન વિરુદ્ધ મહાત્મા ગાંધીની સમાધી રાજઘાટ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો ઉપવાસ સોમવારે અલગ-અલગ કારણોથી કોંગ્રેસ પાર્ટીનો મજાક બની રહ્યો છે. રાહુલના ઉપવાસ પર બેસવા પહેલા જ સીખ દંગાના નેતા જગદીશ ટાઈલર અને સજ્જન સિંહને ઉપવાસથી પાછા મોકલવામાં આવ્યા ત્યાં જ હવે નવો મુદ્દો બહાર આવ્યો છે. એક એવો ફોટો બહાર આવ્યો છે […]

India

દેશમાં દલિત ઉત્પીડન વિરુદ્ધ મહાત્મા ગાંધીની સમાધી રાજઘાટ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો ઉપવાસ સોમવારે અલગ-અલગ કારણોથી કોંગ્રેસ પાર્ટીનો મજાક બની રહ્યો છે. રાહુલના ઉપવાસ પર બેસવા પહેલા જ સીખ દંગાના નેતા જગદીશ ટાઈલર અને સજ્જન સિંહને ઉપવાસથી પાછા મોકલવામાં આવ્યા ત્યાં જ હવે નવો મુદ્દો બહાર આવ્યો છે. એક એવો ફોટો બહાર આવ્યો છે જે  કોંગ્રેસ માટે ઉપહાસનું કારણ બની ગયું છે. આ ફોટામાં કોંગ્રેસી નેતા અરવિંદ સિંહ લવલી અને હારુન યુસુફ છોલે ભટુરે ખાતા નજર આવી રહ્યા છે. તેમની સાથે જ અજય માકન અને અન્ય કોંગ્રેસી નેતા પણ હાજર છે.

દલિતોના મુદ્દા પર કોંગ્રેસના હમલાઓનો લગાતાર સામનો કરી રહેલી બીજેપીને આ ફોટાએ પલટવારનો સહારો પુરવાર પાડ્યો છે. બીજેપીના દિગ્ગજ નેતા મદનલાલ ખુરાનાના પુત્ર હરીશ ખુરાનાંએ કોંગ્રેસના નેતાઓનો ફોટો ટ્વિટર પર શેર કર્યો હતો. જેમાં તેમણે ટ્વિટ કરીને જણાવ્યું  હતું કે “કોંગ્રેસનાં નેતા લોકોને અનશન માટે રાજઘાટ બોલાવી રહ્યા છે અને પોતે એક રેસ્ટોરંટમાં બેસીને છોલે ભટુરેની મજા માણી રહ્યા છે”

 

 

ખુરાનાએ જે ફોટો ટ્વિટ કર્યો હતો તેમાં દિલ્લી કોંગ્રેસ અધ્યક્ષ અજય માકન, હારુન યુસુફ અને હાલમાં જ બીજેપીથી કોંગ્રેસમાં જોડાયેલા નેતા અરવિંદ લવલી છોલે ભટુરે ખાતા નજર આવી રહ્યા છે. ખુરાનાએ પણ સ્પષ્ટીકરણ કરી અને જણાવ્યું હતું કે આ ફોટો આજ નો જ છે, જ્યાં કોંગ્રેસના નેતા ખાઈ રહ્યા હતા ત્યાંનાં  રેસ્ટોરંટની CCTV ફૂટેજ પણ જાંચ કરી શકો છો”

થોડા જ કોંગ્રેસ નેતા અરવિંદ લવલીએ પણ ફોટો આજનો જ હોવાની પુષ્ટિ કરી હતી. તેમેણ સફાઈ ડેટા જણાવ્યું હતું કે આ ફોટો અનશન પહેલા કરેલા નાસ્તાની છે. તેમને જણાવ્યું હતું કે, “ઉપવાસ સાંકેતિક હતું અને તેનો સમય સાડા દસ વાગ્યા પછી હતો. એવામાં અમે શું કરી રહ્યા હતા તેનાથી કોઈને શું મતલબ?” અરવિંદ લવલીએ વધુમાં બીજેપી પર મૂળ મુદ્દાથી ધ્યાન હટાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.

વિવાદ વધ્યાં પછી દિલ્લી બીજેપી ચીફ મનોજ તિવારીએ પણ કોંગ્રેસ નેતાઓનાં આ વલણ પર ટ્વીટ કરીને કહ્યું હતું કે “રાહુલ ગાંધીના ઉપવાસમાં કોંગ્રેસના નેતા 3 કલાક પણ જમ્યા વગર ન રહી શક્યા અને ઉપવાસનો ઉપહાસ કરી દીધો.”

 

 

આપને  જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દેશમાં દલિતો પર વધી રહેલા અત્યાચારો સામે લડવા માટે કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર ભાજપ તરફ આક્રમક વલણ અપનાવ્યું છે. એ જ મુદ્દા પર આજ વિપક્ષ કોંગ્રેસ પાર્ટી દિલ્લી સમેત દેશના તમામ કાર્યાલયોમાં ઉપવાસ કરવાનું કાર્યક્રમ આયોજન કરી રહી છે.