રોડ અકસ્માત/ પંજાબી સિંગર દિલજાનનું અકસ્માતમાં મોત, ચાહકોમાં શોક

પ્રખ્યાત પંજાબી સિંગર દિલજાનના ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. પ્રખ્યાત ગાયક દિલજાનનું નિધન થયું છે. મંગળવારે સવારે 3.45 મિનિટ પર ગાયકનું નિધન થયું હતું.

Entertainment
A 327 પંજાબી સિંગર દિલજાનનું અકસ્માતમાં મોત, ચાહકોમાં શોક

પ્રખ્યાત પંજાબી સિંગર દિલજાનના ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. પ્રખ્યાત ગાયક દિલજાનનું નિધન થયું છે. મંગળવારે સવારે 3.45 મિનિટ પર ગાયકનું નિધન થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિંગરનું મોત માર્ગ અકસ્માતમાં થયું હતું. સિંગરના મોતથી બધા જ ચોંકી ગયા છે.

આ પણ વાંચો :શું જેઠાલાલ અને તારક મહેતા વચ્ચે ઝઘડો થયો છે? નથી થતી કોઇ વાત? જાણો શું કહ્યું શૈલેષ લોઢાએ

पंजाब के मशहूर गायक दिलजान की फाइल फोटौ।

સમાચાર અનુસાર, દિલજાનનું મોત એક માર્ગ અકસ્માતમાં થયું હતું. સિંગર  મોડી રાત્રે પોતાની કારથી અમૃતસર જઈ રહ્યો હતો, તે જ સમયે જાંડિયાલા ગુરુ નજીક અકસ્માત સર્જાયો અને દિલજાનનું મોત નીપજ્યું હતું. સિંગર કરતારપુરનો રહેવાસી હતો, તેના અચાનક મોતથી ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેની કાર ડિવાઇડરને ટકરાવાના કારણને કારણે આ અકસ્માત થયો હતો.

સમાચારો અનુસાર અમૃતસર-જાલંધર જીટી રોડ પર જાંડિયાલા ગુરુ બ્રિજ પાસે દિલજાનની કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી અને તેનું મોત નીપજ્યું હતું. હવે પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

Shocking: पंजाबी फेमस सिंगर दिलजान का सड़क हादसे में हुआ निधन, फैंस हुए हैरान

આ પણ વાંચો :પ્રિયંકા ચોપડાએ પતિ નિક અને સાસુ-સસરા સાથે આ રીતે રમી હોળી

અકસ્માત કયા કારણોસર થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. દિલજાન મંગળવારે વહેલી સવારે પોતાની કારમાં અમૃતસરથી કરતારપુર તરફ જઇ રહ્યો હતો, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની કાર વધુ ઝડપે હતી અને તે પુલની નજીક આવી ત્યારે કાર અનિયંત્રિત થઈ ગઈ હતી અને ડિવાઇડર સાથે અથડાઈને  તે પલટી ગઈ હતી. અકસ્માત બાદ સિંગરને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં પહોંચતા પહેલા દિલજાનનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો :મલાઇકા અરોરા અને અર્જુન કપૂરે મનાવી અનોખી રીતે હોળી, મલાઇકાને મળી ગિફ્ટ, જુઓ તસવીર

દિલજનનું નવું ગીત 2 એપ્રિલે રિલીઝ થવાનું હતું. આ સંદર્ભમાં, તે સોમવારે પોતાની કારમાં અમૃતસર મીટિંગ માટે ગયો હતો, જ્યાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી.  તે સમયે દિલજાન કારમાં એકલો હતો.