IPL 2021/ RCB વિરુદ્ધ હાર બાદ આ ખેલાડી પર ભડક્યા Fans, T20 WC ટીમમાંથી બહાર નિકાળવાની ઉઠી માંગ

IPL માં તમામ ખેલાડીઓ પોતાનો પરસેવો પાડી રહ્યા છે, પરંતુ એક એવો ખેલાડી પણ છે જેનો સંઘર્ષ ખતમ થતો જણાઇ રહ્યો નથી. આ બીજું કોઈ નહીં પણ હાર્દિક પંડ્યા છે.

Sports
11 221 RCB વિરુદ્ધ હાર બાદ આ ખેલાડી પર ભડક્યા Fans, T20 WC ટીમમાંથી બહાર નિકાળવાની ઉઠી માંગ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 હાલમાં યુએઈમાં યોજાઇ રહી છે. જ્યા વિશ્વનાં દિગ્ગજ ખેલાડીઓ પોતાના પ્રદર્શનથી બતાવી રહ્યા છે કે તેઓ આવનારા T20 વર્લ્ડ કપ માટે પૂરી રીતે તૈયાર છે. જણાવી દઇએ કેે, T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2021 હવે ખૂબ નજીક છે. 17 ઓક્ટોબરથી આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય T20 ટૂર્નામેન્ટનું આયોજન યુએઈમાં થવાનું છે. એટલે કે, IPL અહીં યુએઈમાં સમાપ્ત થશે અને તેના થોડા દિવસો પછી, T20 વર્લ્ડ કપ એ જ સ્થળ પર શરૂ થશે.

11 222 RCB વિરુદ્ધ હાર બાદ આ ખેલાડી પર ભડક્યા Fans, T20 WC ટીમમાંથી બહાર નિકાળવાની ઉઠી માંગ

આ પણ વાંચો – Retirement / ધોનીની CSK ટીમનાં આ ખેલાડીએ અચાનક લીધો સન્યાસનો નિર્ણય

હવે આવી સ્થિતિમાં, દેખીતી રીતે IPL રમનારા તમામ ખેલાડીઓ શરતો અનુસાર પોતાને T20 વર્લ્ડ કપ પહેલા તૈયાર કરવા માંગશે. T20 વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલી ભારતીય ટીમનાં ખેલાડીઓ પણ વર્તમાન IPL સીઝનનો એક ભાગ છે અને તેઓ IPL માં પોતાનો પરસેવો પાડી રહ્યા છે, પરંતુ એક એવો ખેલાડી પણ છે જેનો સંઘર્ષ ખતમ થતો જણાઇ રહ્યો નથી. આ બીજું કોઈ નહીં પણ હાર્દિક પંડ્યા છે. હાર્દિક પંડ્યા છેલ્લા દોઢ વર્ષથી સતત પોતાની ફિટનેસને લઇને સંઘર્ષ કરી રહ્યો છે. ખભાની સર્જરી બાદ તેણે લાંબા સમય સુધી બોલિંગ નહોતી કરી પરંતુ તેને હજુ પણ બેટ્સમેન તરીકે ટીમમાં રાખવામાં આવ્યો હતો. જોકે, તે બેટથી કોઈ ખાસ પરાક્રમ બતાવી શક્યો ન હતો. આ પછી, જ્યારે તાજેતરમાં તેને બોલિંગ માટે ફિટ જાહેર કરવામાં આવ્યો હતો અને ટીમમાં તેના સ્થાન માટે તેના પર દબાણ હતું, તે શ્રીલંકા પ્રવાસ પર બોલિંગ કરતો જોવા મળ્યો હતો, પરંતુ ત્યાં પણ તે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.

11 223 RCB વિરુદ્ધ હાર બાદ આ ખેલાડી પર ભડક્યા Fans, T20 WC ટીમમાંથી બહાર નિકાળવાની ઉઠી માંગ

આ પણ વાંચો – IPL 2021 / ખતરનાક બેટિંગ કરી રહેલા રસેલને શાર્દુલ ઠાકોરે બતાવ્યો પેવેલિયનનો રસ્તો, Video વાયરલ

જ્યારે તેને T20 વર્લ્ડ કપ માટે ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો ત્યારે સવાલ એ ઉભો થયો કે હાર્દિક પંડ્યાને મેચ પ્રેક્ટિસની તક મળી નથી જ્યાં તે બોલિંગ અને જોરદાર બેટિંગ કરતો જોવા મળ્યો હતો, છતાં તેને શા માટે ટીમમાં જગ્યા આપવામાં આવી હતી? દલીલ એવી કરવામાં આવી હતી કે IPL નાં બીજા તબક્કામાં તેને આ મેચ પ્રેક્ટિસ માટે ભરપાઈ કરવાની તક મળશે. પરંતુ તે UAE માં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆતની બંને મેચમાં ગુમ હતો અને ક્યાયથી પણ કોઇ જવાબ નથી આવી રહ્યો કે અંતમાં તે કેમ મેદાન પર ઉતરી રહ્યો નથી, જ્યારે થોડા જ અઠવાડિયામાં વર્લ્ડ કપ છે.