Bollywood/ ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર આ મહિને લગ્ન કરશે, પિતા જાવેદે કહ્યું….

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર 21 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં છે હવે ફરહાનના પિતા જાવેદ અખ્તરે પણ બંનેના લગ્નની પુષ્ટિ કરી છે.

Entertainment
લગ્ન

બોલિવૂડમાં આજકાલ લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. રાજકુમાર રાવ અને પત્રલેખા, કેટરિના કૈફ અને વિકી કૌશલ અને બીજા ઘણા લગ્નો પછી હવે બોલિવૂડમાં આગામી લગ્ન ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરનાં થવાનાં છે. રિપોર્ટ્સ અનુસાર, ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર 21 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં છે અને છેલ્લા કેટલાક સમયથી તેમના લગ્નના સમાચાર પણ આવી રહ્યા હતા. હવે ફરહાનના પિતા જાવેદ અખ્તર, પ્રખ્યાત ગીતકાર અને સ્ક્રિપ્ટ રાઈટર એ પણ બંનેના લગ્નની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો:કરિશ્મા તન્નાએ શેર કર્યા હલ્દી સેરેમનીનાં ફોટા, જુઓ…

લગ્ન

જ્યારે પુત્રના લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે જાવેદ અખ્તરે કહ્યું, હા, લગ્ન થઈ રહ્યા છે. વેડિંગ પ્લાનર્સ લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે. તેણે એમ પણ કહ્યું કે,કોરોના રોગચાળાને જોતા લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજરી આપશે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે લગ્ન વિશે કંઈપણ મોટું કરવાનું વિચારી શકતા નથી. લગ્નમાં થોડા જ લોકો હાજરી આપશે. એવું માનવામાં આવે છે કે બંને તેમના બાંદ્રા સ્થિત ઘરે લગ્ન કરશે.

જાવેદ અખ્તરે શિબાની વિશે કહ્યું, “તે ખૂબ જ સરસ છોકરી છે. અમે બધા તેને ખૂબ જ પસંદ કરીએ છીએ. તેણે એ વાત પર પણ ભાર મૂક્યો કે સૌથી મહત્વની વાત એ છે કે, ફરહાન અને તેની વચ્ચે સારી મિત્રતા છે.

આ પણ વાંચો: નાસ્તામાં આ એક વસ્તુ ખાવાથી સ્વાસ્થ્યને મળે છે 9 ફાયદા, તમે પણ જાણી લો….

આ પણ વાંચો:નોરા ફતેહીએ કરાવ્યું બે સફેદ સિંહ સાથે Photoshoot, ચાહકોનાં ધબકારા વધાર્યા