ખેડૂત સંગઠનોના નેતાઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, કેન્દ્રના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડુતો 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ સદભાવના દિનની ઉજવણી કરશે અને એક દિવસીય ઉપવાસ કરશે.ખેડૂત નેતાઓએ દિલ્હીની સિંઘુ સરહદ પર એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે સવારે 9 થી સાંજના 5 સુધી ઉપવાસ રાખવામાં આવશે. તેમણે દેશની જનતાને ખેડૂતો સાથે જોડાવાની અપીલ કરી. ખેડૂત નેતાઓએ કેન્દ્રમાં શાસક ભાજપને પણ નિશાન બનાવ્યા અને આક્ષેપ કર્યો કે તેમણે કૃષિ કાયદાઓ વિરુદ્ધ “શાંતિપૂર્ણ” આંદોલનને “બરબાદ” કરવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું, “શાસક ભાજપના આ ખેડૂત આંદોલનને નષ્ટ કરવાનો કાવતરું હવે સામે આવ્યું છે.”

s jaishankar / ઇઝરાયેલના વિદેશ મંત્રીને જયશંકરે આપી ખાતરી, દોષિતોને બક્ષવામાં નહીં આવે
ખેડૂત નેતાઓએ એવો દાવો પણ કર્યો હતો કે ગુરુવારે રાત્રે ગાજીપુર સરહદથી ખેડૂત નેતા રાકેશ ટીકાઈતને હટાવવાના પોલીસના કથિત પ્રયાસ બાદ ગાજીપુર, સિંઘુ અને ટીક્રી – તમામ મોટા વિરોધ સ્થળોએ આંદોલનકારીઓની સંખ્યા વધી રહી છે. ભારતીય કિસાન સંઘના નેતા યુધિષ્ઠિરસિંહે કહ્યું કે રાષ્ટ્રધ્વજને સન્માન આપવા અંગે અમને (ભાજપ) લોકોના પ્રવચનની જરૂર નથી. અહીં બેઠેલા મોટાભાગના ખેડૂતો તેમના બાળકો સરહદો પર દેશ માટે લડતા હોય છે. ”
budget 2021 / લો બોલો… 52 વર્ષ બાદ સંસદ સભ્યોને રેલવેનું નહીં પરંતુ ફાઈવ સ્ટાર હોટેલનું મળશે જમણ
તેમણે કહ્યું કે, ખેડુતોના આંદોલનને દબાવવાની સરકારના પ્રયત્નોએ તેને તીવ્ર બનાવ્યું છે કારણ કે ગઈકાલે રાત્રે બનેલી ઘટનાથી વધુ લોકો આંદોલનમાં જોડાયા છે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપ સરકાર હવે ચાલી રહેલા શાંતિપૂર્ણ ખેડૂત આંદોલનને કોમી રંગ આપી રહી છે.ક્રાંતિકારી ખેડૂત સંઘના નેતા દર્શન પાલે કહ્યું કે, આંદોલનમાં જોડાવા માટે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી તરફ પ્રયાણ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે દિલ્હીની વિવિધ સરહદો પર મોહાલી (પંજાબ) થી 800 થી વધુ ટ્રેક્ટર ટ્રોલીઓ આવી રહી હતી. પાલે સરકારને તમામ આંદોલન સ્થળોએ ઇન્ટરનેટ સેવાઓ પુન:સ્થાપિત કરવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે જો તે કરવામાં નહીં આવે તો વિરોધ કરવામાં આવશે.
budget session 2021 / આજે બજેટ સત્રના કાયદાકીય એજન્ડા માટે PMમોદીની સર્વપક્ષીય બેઠક
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
