Gujarat Weather News: ગુજરાતમાં ઠંડી અને ખેડૂતોને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી. રાજ્યમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે. અનેક વિસ્તારોમાં ઠંડીનો પારો વધતા લોકો ઠૂંઠવાયા. ઠંડીની સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પણ જોવા મળી શકે છે તેવી હવામાન નિષ્ણાત અંબાલલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી. ખેડૂતો ઇચ્છતા હોય છે કે વધુ ઠંડી પડે તો તેઓ સારો પાક મેળવી શકે. પરંતુ ઠંડી વધવા સાથે વાતાવરણમાં પણ બદલાવ થઈ રહ્યો છે.

વાદળો ઘેરાશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 16થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળો ઘેરાઈ શકે છે. સંભવત વાદળો ઘેરાતા અનેક વિસ્તારોમાં માવઠાંની શકયતા દેખાઈ રહી છે. જયારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં રહેશે વાદળછાયું વાતાવરણ રહેશે.અને આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો પણ થઈ શકે છે. 17 ડિસેમ્બર બાદ રાજ્યમાં તાપમાનમાં વધશે જો કે સવારના સમયે ઠંડીનું જોર યથાવત રહેશે.
જાણો કયાં કેટલું ઠંડીનું તાપમાન
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ જોવા મળ્યો. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો. 17 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1થી 2 ડિગ્રી ઘટ્યું. નલિયા 6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર. ડીસામાં 9.1 ડિગ્રી, વડોદરામાં 10 ડિગ્રી તાપમાન. જ્યારે રાજકોટમાં 10.6 ડિગ્રી, ગાંધીનગરમાં 11.3 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 12.5 ડિગ્રી, અમરેલીમાં 12.2 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી, કેશોદમાં 13.7 ડિગ્રી તાપમાન, દ્વારકામાં 14.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું.હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાતમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે જયારે મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રી તાપમાન રહેશે. દક્ષિણ ગુજરાતમાં 18 ડિગ્રી તાપમાન રહી શકે છે. જૂનાગઢના ભાગોમાં 14, રાજકોટમાં 15 ડિગ્રીથી નીચે પારો જશે. જામનગર, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 16થી 18 ડિગ્રી તાપમાન રહેશે. રાજ્યનું મહત્તમ તાપમાન 28થી 30 ડિગ્રી સુધી જવાની સંભાવના છે.

માવઠાંની આગાહી
આગામી સમયમાં ચક્રવાતના ભણકારા વાગી રહ્યા છે. બદલાતા હવામાનને લઈને 26 ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સર્જાશે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે 26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધીમાં માવઠું થઇ શકે છે. માવઠાં બાદ ફરી 4 જાન્યુઆરી પછી રાજ્યમાં ઠંડીનો પ્રભાવ વધશે. આગામી મહિને આવતા ઉત્તરાયણ પર્વની આસપાસ પશ્ચિમી વિક્ષેપ આવતા ઠંડી વધશે.
આ પણ વાંચો: ખેડૂતો માટે મોટા સમાચાર! અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
આ પણ વાંચો:ઠંડા પવનોએ ઠંડીમાં વધારો કર્યો, 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, જાણો કેવું રહેશે હવામાન?
આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદથી ઠંડીનું પ્રમાણ વધશે! 20 શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે
