National News/ હરિયાણા અને ત્રિપુરા સહિત 4 રાજ્યોને મળ્યા નવા ભાજપ પ્રદેશ પ્રમુખ, જુઓ સંપૂર્ણ યાદી

ભારતીય જનતા પાર્ટીએ(BJP ) સંગઠનમાં મોટો ફેરફાર કરીને દિલ્હી, પંજાબ, હરિયાણા અને ત્રિપુરામાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક કરી છે. હર્ષ મલ્હોત્રા સહિતના નવા નેતાઓ પર વાંચો સંપૂર્ણ અહેવાલ.

NATIONAL Top Stories India
BJP

BJP New State Presidents 2026:  ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાના સંગઠનમાં એક મોટો ફેરફાર કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. ભાજપે દિલ્હી, પંજાબ, હરિયાણા અને પૂર્વત્તર રાજ્ય ત્રિપુરા સહિત દેશના 4 મહત્વના રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા આ ચારેય રાજ્યોના પક્ષના એકમોને હવે નવું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે.

દિલ્હી અને પંજાબમાં ખેલાયો મોટો દાવ(BJP )

દેશની રાજધાની દિલ્હીમાં ભાજપે મોટો દાવ ખેલતા હર્ષ મલ્હોત્રાને નવા પ્રદેશ અધ્યક્ષ જાહેર કર્યા છે. હર્ષ મલ્હોત્રા હાલમાં પૂર્વ દિલ્હી લોકસભા બેઠકના સાંસદ છે અને કેન્દ્ર સરકારમાં માર્ગ પરિવહન મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ હવે વીરેન્દ્ર સચદેવાની જગ્યાએ દિલ્હી ભાજપનું સુકાન સંભાળશે.

બીજી તરફ, પંજાબ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે કેવલ સિંહ ઢિલ્લોનની વરણી કરવામાં આવી છે. તેઓ બરનાલા બેઠક પરથી 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. પંજાબના એક મોટા ઉદ્યોગપતિ તરીકે જાણીતા કેવલ સિંહ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના ખૂબ જ નજીકના ગણાય છે.

હરિયાણા અને ત્રિપુરામાં પણ નવા પ્રમુખ

આ મોટા સંગઠનાત્મક ફેરફાર અંતર્ગત ભાજપે ડૉ. અર્ચના ગુપ્તાને હરિયાણા પ્રદેશ ભાજપના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ, ત્રિપુરામાં પણ પક્ષની કમાન સોંપતા અભિષેક દેબરોયને ત્રિપુરા પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.


આ પણ વાંચો: સુરેન્દ્રનગર મનપાના નવા મેયર તરીકે રાકેશ રાઠોડની વરણી, સ્મિતા રાવલ બન્યા ડેપ્યુટી મેયર

આ પણ વાંચો:રાજકોટ મનપાના નવા મેયર તરીકે ડો. નેહલ શુક્લની વરણી, ડેપ્યુટી મેયર બન્યા દક્ષા વસાણી

આ પણ વાંચો:આણંદ મનપાના નવા મેયર તરીકે દિપિકાબેન પટેલની વરણી, ડેપ્યુટી મેયર બન્યા કમલેશ ડાભી