Not Set/ આધુનિક ઓજારો હોવા છતાં ખેડૂતો પરંપરાગત રીતે વાવણી કરી

મોંઘવારી એ માઝા મૂકી છે ખેડ ખાતર અને બિયારણનો ભાવ આસમાને છે ત્યારે બાપ દાદાના સમય મુજબ જ બળદ હળ જોડીને ખેતી તરફ બનાસકાંઠા નો ખેડૂત વળ્યો છે

Top Stories Gujarat Others

રાજ્યમાં વિરામ લઈ રહેલા મેઘરાજા ફરી એક વાર મન મકીને વરસ્યા છે જેના કારણે ખેડૂતો ઘેલમાં આવી ગયા છે.  પરંતુ મહામારીનો સામનો કરી રહેલા નાના ખેડૂતોએ આધુનિક સાધનોનો ઉપયોગ કર્યા વિના પરંપરાગત ખેતીના શ્રી- ગણેશ કર્યા છે.

મન મૂકીને વરસ્યા મેઘરાજા,

પૂજા- અર્ચના કરી પરંપરાગત ખેતી શરૂ કરી

બનાસકાંઠામાં મેઘમહેર થતા ખેડૂતો ખુશખુશાલ

પરંપરાગત ખેતીની પ્રથા આજે પણ અકબંધ

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. જેને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ વરસતા ખેડૂતો ખેતરે હળ સાથે જોવા મળી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના અનેક ખેડૂતોએ વાવણીનો શુભારંભ કર્યો છે.

બનાસકાંઠામાં મેઘ મહેર થતા ખેડૂતોએ બળદની પૂજા અર્ચના કરી શુભ મુહુર્તે ખેતીના શ્રી ગણેશ કર્યા છે. હળ ગાડું અને બળદની ધાર્મિક રીતરિવાજ મુજબ પરંપરાગત પૂજા અર્ચના કરી ખેતીની શરૂઆત કરવામાં આવી છે.  અગાઉ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી હતી.  પરંતુ સદનસીબે મેઘમહેર થતા ખેડૂતો ખુશ થયા છે.

સાથેજ આધુનિક ઓજારો હોવા છતાં ખેડૂતો પરંપરાગત રીતે વાવણી કરી રહ્યા છે. જેનું કારણ છે મોંઘવારી.  સતત વધી રહેલી મોંઘવારીએ ધરતીપુત્રોની કમર ભાંગી નાંખી છે. ટ્રેકટર કે થ્રેસર્સ દ્વારા ખેતી કરવી તે નાના ખેડૂતોને પરવડે તેમ નથી. કારણ કે ડિઝલના ભાવ આસમાન આંબી રહ્યા છે. ત્યારે ખેડૂતોએ હળ અને બળદગાડાનો ઉપયોગ કરી વાવણી શરૂ કરી છે.

પરિવર્તન એ સંસારનો નિયમ છે.  ખેતી ક્ષેત્રે પણ બહુ પરિવર્તન આવ્યા છે પણ પરિવર્તનમાં બહુ ખર્ચ હોવાથી નાના ખેડૂતોને  પોસાય એમ નથી.  જેથી જૂની પરંપરાગત ખેતી પ્રથાનો ખેડૂતો આજે પણ ઉપયોગ કરી રહ્યા છે.

બનાસકાંઠા માં કોઈ મોટા ઉધોગ નથી જિલ્લો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે સતત મોંઘવારી એ માઝા મૂકી છે ખેડ ખાતર અને બિયારણનો ભાવ આસમાને છે ત્યારે બાપ દાદાના સમય મુજબ જ બળદ હળ જોડીને ખેતી તરફ બનાસકાંઠા નો ખેડૂત વળ્યો છે સમય બદલાઈ રહ્યો છે પરિવર્તન સંસાર નો નિયમ છે ખેતી ક્ષેત્રે પણ બહુ પરિવર્તન આવ્યા છે પણ પરિવર્તન માં બહુ ખર્ચ હોવાથી દરેક પોસાય એમ પણ નથી જેથી જૂની પરંપરાગત ખેતી ની પ્રથા આજે પણ અકબંધ છે.

બનાસકાંઠા માં વરસાદ ખેંચતા ખેડૂતો અને પશુપાલકો ને મોટી ચિતા હતી પણ સદનસીબે કુદરતે બનાસકાંઠા જિલ્લા તરફ નજર નાખતા જિલ્લા માં મેઘમહેર થઈ છે  અને ખેડૂત પણ કુદરત નો આભાર માની ખેતી ની શુભ શરૂઆત કરી છે.