Not Set/ લાઈફસ્ટાઈલ/ શિયાળામાં કોણી અને ઘુંટણને આ ટીપ્સ રાખો માખણ જેવા મુલાયમ

ઋતુ પરિવર્તન થતા યંગ ગર્લ્સને પોતાની સ્કીન જાળવવાની ચિંતા શરૂ થઇ જાય છે.આ સીઝનમા સ્કીન ડ્રાય થાય છે અને ફીક્કી પણ પડે છે.ખાસ કરીને કોણી અને ઘુંટણની ત્વચાને સુંવાળી રાખવા માટે કેટલાંક ખાસ પ્રયોગો અપનાવવા પડે છે.અહીં આપણે એવી કેટલીક સમસ્યાઓના નિવારણની અને ત્વચાને સુંદર બનાવવાની વાત કરીએ છીએ જે થોડાક ઉપાયોથી સુંદર બનાવી શકાય […]

Fashion & Beauty

ઋતુ પરિવર્તન થતા યંગ ગર્લ્સને પોતાની સ્કીન જાળવવાની ચિંતા શરૂ થઇ જાય છે.આ સીઝનમા સ્કીન ડ્રાય થાય છે અને ફીક્કી પણ પડે છે.ખાસ કરીને કોણી અને ઘુંટણની ત્વચાને સુંવાળી રાખવા માટે કેટલાંક ખાસ પ્રયોગો અપનાવવા પડે છે.અહીં આપણે એવી કેટલીક સમસ્યાઓના નિવારણની અને ત્વચાને સુંદર બનાવવાની વાત કરીએ છીએ જે થોડાક ઉપાયોથી સુંદર બનાવી શકાય તેમ છે.. ઘરમાં બેસીને જ તમે તમારી કોણી-ઘુંટણની ત્વચાને સુંવાળી બનાવી શકો છો.

Image result for elbows and knees

જાણોકોણી-ઘુંટણની ત્વચાને સુંવાળી બનાવવાની કેટલીક ટિપ્સ

કોણી અને ઘુંટણ પર હલકા હાથે લીંબુ ઘસવાથી ત્યાંની રૂક્ષ ત્વચા નરમ પડશે.લીંબુ  સ્કીનના પીએચ લેવલને સંતુલિત કરીને ત્વચાને સુંવાળી બનાવશે. લીંબુ લગાવ્યા બાદ 20 મિનિટ બાદ કોણી-ઘુંટણ ધોઈ નાંખો.

કોણી અને ઘુંટણની ખરબચડી તેમ જ પ્રમાણમાં કાળી ત્વચા પર મલાઈવાળું હુંફાળું દૂધ લગાવો. તેમાં રહેલાં મોઈશ્ચરાઈઝિંગ તત્વો આ ભાગની ત્વચાને સુંવાળી બનાવવામાં સહાયક બનશે. એટલું જ નહીં, તે ત્વચાને ઉજળી પણ બનાવશે.

Image result for elbows and knees nibbu grishlin

બદામના તેલમાં મીઠું અને ઓલીવ ઓઈલ મિક્સ કરી હલાવો. આ મિશ્રણ કોણી અને ઘુંટણ પર ઘસવાથી તેમાંનું નમક મૃત ત્વચા દૂર કરવામાં મદદ કરશે. જ્યારે બંને તેલ મોઈશ્ચરાઈઝરની ગરજ સારી ચામડીને સુંવાળી બનાવવામાં મદદ કરશે. આ મિશ્રણ 10 મિનિટ સુધી રાખ્યા પછી કોણી-ઘુંટણ ધોઈ લો.

Related image

રાત્રે સુવા જતાં પહેલાં ગ્લિસરીન, લીંબુના રસ અને ગુલાબજળનું મિશ્રણ બનાવીને કોણી તથા ઘુંટણ પર લગાવો. લીંબુના રસમાં રહેલા બ્લીચીંગ ગુણધર્મો ત્વચાને ઉજળી બનાવશે, ગુલાબજળ ત્વચાને મુલાયમ બનાવશે અને ગ્લિસરીન મોઈશ્ચરાઈઝરનું કામ આપશે.

એક અખરોટ દળીને તેને ક્રીમમાં મિક્સ કરો. ત્યારબાદ કોણી અને ઘુંટણની ત્વચા પર તેને ઘસો. તેનાથી મૃત ત્વચા દૂર થશે અને ત્વચા મોઈશ્ચર થશે. યુવતીઓ માટે આ ઉપાય યોગ્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.