Not Set/ આરૂષીની હત્યા તેના માતા-પિતાએ નહોતી કરી,હાઇકોર્ટે નિર્દોષ છોડવા કર્યો હુકમ

અલ્હાબાદ દેશના ચકચારભર્યા આરૂષી તલવાર મર્ડર કેસમાં આજે અગત્યનો ચુકાદો આવ્યો હતો. આરૂષી હત્યા કેસના આરોપી માતા-પિતા રાજેશ અને નુપુર તલવારનું ભાવિ અલ્હાબાદ હાઇકોર્ટ નક્કી થયું હતું.અલ્હાબાદ હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપતા દોષિત માતા-પિતાને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.હાઇકોર્ટે સીબીઆઇ કોર્ટના ચુકાદાને પલટાવતાં રાજેશ તલવાર અને નુપુર તલવારને આરૂષી હત્યાના દોષિત નહોતા માન્યા.હાઇકોર્ટે માતા-પિતાને પુરતા […]

Top Stories

અલ્હાબાદ

દેશના ચકચારભર્યા આરૂષી તલવાર મર્ડર કેસમાં આજે અગત્યનો ચુકાદો આવ્યો હતો. આરૂષી હત્યા કેસના આરોપી માતા-પિતા રાજેશ અને નુપુર તલવારનું ભાવિ અલ્હાબાદ હાઇકોર્ટ નક્કી થયું હતું.અલ્હાબાદ હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપતા દોષિત માતા-પિતાને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.હાઇકોર્ટે સીબીઆઇ કોર્ટના ચુકાદાને પલટાવતાં રાજેશ તલવાર અને નુપુર તલવારને આરૂષી હત્યાના દોષિત નહોતા માન્યા.હાઇકોર્ટે માતા-પિતાને પુરતા પુરાવાને અભાવે નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.

સીબીઆઇની ગાઝિયાબાદની સ્પેશીયલ કોર્ટે 2013માં આરૂષીના તબીબ માતા-પિતા રાજેશ અને નુપુર તલવારને દોષિત માનીને આજીવન કેદની સજા ફટકારી હતી.તે સમયથી ડેન્ટીસ્ટ દંપત્તિ ગાઝિયાબાદની દસના જેલમાં સજા કાપી રહ્યાં છે.

રાજેશ અને નુપુર તલવારે સીબીઆઇ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે,જેનો આજે ચુકાદો આવ્યો હતો અને બંનેને છોડી મુકવા હુકમ કર્યો હતો.

2008ની 15 મેના રોજ મધ્ય રાત્રિએ આરૂષીની લાશ તેના ઘરના બાથરૂમમાંથી મળી હતી. આરૂષીની હત્યા અંગે જેની પર શંકા હતી તે નોકર હેમરાજની લાશ પણ બે દિવસ પછી ઘરના ધાબેથી મળી આવી હતી.

અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટીસ બી કે નારાયણ અને એ કે મિશ્રાએ 7 સપ્ટેમ્બરના રોજ પોતાના ચુકાદો અનામત રાખ્યો હતો. રાજેશ અને નુપુર તલવારે ટ્રાયલ કોર્ટના ચુકાદાને અલ્હાબાદ હાઇકોર્ટમાં  પડકાર્યો હતો હાઇકોર્ટની ડીવીઝનલ બેન્ચ આ ચુકાદો આપ્યો હતો.

આ ચકચારભર્યો હત્યા કેસ માયાવાતની સરકારે સીબીઆઇને સોંપ્યો હતો.