Ahmedabad/ સસરાએ પુત્રવધૂને કહ્યું- બ્લુ ફિલ્મ જો મજા આવશે, નોંધાવી FIR

અમદાવાદના સરદારનગરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાથી કંટાળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહિલાએ ઘણા આક્ષેપો કર્યા છે. તેણે સસરા પર તેની છેડતીનો આરોપ લગાવ્યો છે,

Ahmedabad Gujarat
a 299 સસરાએ પુત્રવધૂને કહ્યું- બ્લુ ફિલ્મ જો મજા આવશે, નોંધાવી FIR

અમદાવાદના સરદારનગરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાથી કંટાળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહિલાએ ઘણા આક્ષેપો કર્યા છે. તેણે સસરા પર તેની છેડતીનો આરોપ લગાવ્યો છે, અને દહેજ માટે દબાણ કરવા પતિ અને અન્ય પરિવારો સામે પણ ફરિયાદ નોંધાવી છે. સરદારનગર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, વાડજમાં રહેતી યુવતીના લગ્ન વર્ષ 2016 માં ક્રિશ સાથે થયા હતા. લગ્ન બાદ યુવતી તેના સાસરે સરદાનગરમાં રહેતી હતી. લગ્નના થોડા દિવસ પછી યુવતીના સાસુ-સસરાએ તેને પરેશાન કરવાનું શરૂ કર્યું. સાસરિયાઓ 25 લાખ રૂપિયા દહેજ માટે દબાણ કરતા હતા.

આ પણ વાંચો : સુરતમાં કામ આપવાના બહાને યુવતીને બોલાવી કર્યો રેપ, હીરાનો વેપારી ફરાર

યુવતીએ જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા તેનો પતિ કામના સબંધમાં શહેરની બહાર ગયો હતો. આ દરમિયાન તેના સસરાની નજર તેના પર બગડી હતી. તે ઘરે એકલી સૂતી હતી ત્યારે તેના સસરાએ તેની સાથે બળજબરીથી સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, તેમણે બ્લુ ફિલ્મ જોઈ મજા કરવાની વાત કરી.

યુવતીએ આરોપ લગાવ્યો કે સાસુ-સસરાએ તેના માતાના જન્મદિવસ પર પણ તેને જવા દીધાં નથી. જો કે, માર્ચ મહિનામાં યુવતી પિયર દિકરીને લઇ જતી રહી હતી. ત્યારે પતિ ત્યાં આવ્યો હતો અને દિકરીને લઇ જાઉં છું બીજા દિવસે પરત મુકી જઇશ. તેમ કહી દિકરીને લઇ ગયો હતો અને 10 દિવસ સુધી તેને પરત મુકવા આવ્યો ન હતો.

આ પણ વાંચો : મોરબીમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ 24 કિમી દૂર

આ દરમિયાન સમાજના લોકો ભેગા થયા હતા અને બન્ને વચ્ચે સમાધાન કરાવતા યુવતી પરત સાસરીમાં આવી હતી. જો કે, પહેલાંની જેમ જ સસરાએ ગંદી હરકતો ચાલુ રાખી હતી અને સાસરીયાઓ હેરાન પરેશાન કરતા હતા. જેથી યુવતીએ આ અંગે પતિ સહિતના સાસરીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ
શરૂ કરી છે.

આપને જણાવી દઈએ કે, સેનેટરી પેડ પણ સસરા લાઇ આપતા હતા યુવતી માસિક ધર્મ વખતે પતિને સેનેટરી પેડ લાવવાનું કહેતી હતી પરંતુ પતિ પેડ લઇ આપતા નહીં. આ અંગે સસરાને જાણ થતા સસરા પેડ લઇને યુવતીને આપતા હતા. જેથી યુવતી સંકોચ અનુભવતી હતી.

આ પણ વાંચો : માઉન્ટ આબુ મજા માણવા ગયેલા ગુજરાતી પર્યટકોને દુકાનદારે દોડાવી દોડાવીને માર્યો ઢોરમાર

ઉપરાંત યુવતી ગર્ભવતી હતી. ત્યારે તબીબ પાસે પતિ લઇ જતો ન હતો પરંતુ સસરા જ તબીબના ત્યાં લઇ જતા હતા. જેથી યુવતી શરમમાં મુકાઇ જતી હતી. એટલું જ અવારનવાર તેના સસરાએ તેની છેડતી કરી હતી.

આ અંગે તેણે પતિને ફરિયાદ પણ કરી હતી. પરંતુ તેના પતિએ આ તરફ કોઈ ધ્યાન આપ્યું નહીં. જેના કારણે તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું કે યુવતીએ તેના પતિ, સસરા અને ભાભી સામે ફરિયાદ નોંધાવી હતી. હાલ કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…