મહારાષ્ટ્ર/ મુંબઈમાં લોકડાઉનનો ડર એકવાર ફરી પ્રવાસી મજૂરોમાં મળ્યો જોવા, પરત ફરી રહ્યા છે ઘરે

દેશમાં સૌથી વધુ કોરોનાનાં કેસ મહારાષ્ટ્રમાંથી નોંધાઇ રહ્યા છે. અહી વધતા કોરોના વાયરસ સંક્રમણનાં કેસ બાદ લોકડાઉનની સંભાવનાથી પ્રવાસી મજૂરો ભયભીત થઇ ગયા છે.

Top Stories India

દેશમાં સૌથી વધુ કોરોનાનાં કેસ મહારાષ્ટ્રમાંથી નોંધાઇ રહ્યા છે. અહી વધતા કોરોના વાયરસ સંક્રમણનાં કેસ બાદ લોકડાઉનની સંભાવનાથી પ્રવાસી મજૂરો ભયભીત થઇ ગયા છે. ગયા વર્ષે લોકડાઉનની ચોંકાવનારી યાદોની અસર છે કે લોકડાઉન થવાની આશંકા થતાં જ પરપ્રાંતિય મજૂરો તેમના ઘરે પાછા ફર્યા છે. મુંબઇનાં સ્ટેશનો પર આવા મજૂરોની સંખ્યામાં અચાનક વધારો થવા લાગ્યો છે.

રાજકારણ / બંગાળ ચૂંટણીમાં મમતાનો સાથ આપવા જયા બચ્ચન મેદાનમાં ઉતર્યા

સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં આવા જ એક પરપ્રાંતિય મજૂરે જણાવ્યું હતું કે, “અમને ડર છે કે બીજી વખત લોકડાઉન થવાનું છે. આ પહેલા અમારી પાસે પૈસા ખતમ થઇ ગયા હતા, અમારું કુટુંબ ચિંતિત છે. અમારી આવકને પણ અસર થઈ છે. આ જ કારણે અમે ‘પરત ફરી રહ્યા છીએ.’

આકરા પ્રત્યાઘાત / કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ચીનના દલાલ છે તેને ભારત છોડી ચીનમાં સ્થાયી થવું જોઈએ : વિનય કટિયાર

ગયા વર્ષે માર્ચ મહિનામાં દેશવ્યાપી લોકડાઉન બાદ મુંબઈનાં પરપ્રાંતિય મજૂરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મજૂરો પૈસાની અછત ઉઠાવી રહ્યા હતા અને તેમને ખોરાકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને મધ્યપ્રદેશથી મુંબઈની અર્થવ્યવસ્થાને ગતિ આપનારા હજારો મજૂરો પરિવાર સહિત સેંકડો કિલોમીટર દૂર ઘરો માટે રવાના થયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ