નવસારી/ કૃષિ યુનીવર્સીટીની જ્વલંત સફળતા, કેળાના થડમાંથી બનાવ્યું…

નવસારી જિલ્લામાં આવેલી કૃષિ યુનીવર્સીટી સતત નવા સંશોધન કરી  ખેડૂત સહિત દેશને ઉપયોગી સાબિત થતા આવ્યા છે.  ત્યારે યુનિવર્સિટી માં આવેલ કેળા સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકે કેળાં ની બાય પ્રોડક્ટને આંતરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી છે. 

Top Stories Gujarat Others
corona 3 કૃષિ યુનીવર્સીટીની જ્વલંત સફળતા, કેળાના થડમાંથી બનાવ્યું...

@ઋષ્યંત શર્મા, નવસારી 

નવસારી જિલ્લામાં આવેલી કૃષિ યુનીવર્સીટી સતત નવા સંશોધન કરી  ખેડૂત સહિત દેશને ઉપયોગી સાબિત થતા આવ્યા છે.  ત્યારે યુનિવર્સિટી માં આવેલ કેળા સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકે કેળાં ની બાય પ્રોડક્ટને આંતરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી છે.

ભારતમાં ખેડૂતો કેળા ની ખેતી માત્ર ફળ પકવવા માટે કરે છે. અને ફળ લીધા બાદ કેળા ના થડ નો ઉપયોગ અત્યાર સુધી ક્યાંય થતો નાં હતો. નવસારી કૃષિ યુનિવર્સીટીના કેળાં સંશોધન કેન્દ્રમાં કાર્યરત વૈજ્ઞાનિક ચિરાગ નાયક અને તેમની ટીમની વર્ષો ની મહેનત રંગ લાવી છે. આપને જાણી ને નવાઈ લાગશે કે, કેળાં ના અત્યાર સુધીના બિનઉપયોગી થડમાંથી ખાસ પ્રોસેસ દ્વારા ફાયબર છૂટું પાડીને તેમાંથી યાર્ન બને છે. અને ત્યારબાદ સીધુજ  ફેબ્રિક……..

જી…હા…સ્ટેશનરીમાં વપરાતાં વિવિધ કાગળ, વિઝિટિનગ કાર્ડ, સાઉન્ડ પ્રુફ શીટ, મજબૂત થેલી વગેરે આ બધું જ બને છે.  કેળાંના થડ માંથી સાથે જ દરેક દેશની ઓળખ અને આર્થીકઓ નિર્ભરતા રહે છે.  તેવી કરન્સી નોટમાં પણ કેટલાક અંશે આ ફાયબરનો સમાવેશ મજબૂતી અને ફોલ્ડિંગ કેપેસિટી વધારવા માટે ઉપયોગી થાય છે. સામાન્ય કાગળ 1200 વખત ની ફોલ્ડિંગ કૅપીસીટી ધરાવે છે તેની સામે બનાના ફાયબર 3000 વખતની અદભુત કેપિસિટી ધરાવે છે.

કેળા ફાયબર ની કેટલીક વિશેષતાઓ 

ફાયબર માંથી બનતા કાગળની લાઈફ 700 વર્ષ

મેની ફોલ્ડ કેપિસિટી :3000 વખત

આર્ટ પેપર

પેંટિંગ પેપર

ગ્રાફિક્સ પેપર

માર્કશીટ પેપર

સર્ટિફિકેટ પેપર

ગુજરાતની 5 યુનિવર્સીટીમાં સ્ટેશનરીમાં સપ્લાય થાય છે

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કરન્સી નોટ ની બનાવટમાં કયાં કયાં કન્ટેન હોય છે તે સુરક્ષાના કારણોસર ડીસક્લોઝ થતું નથી. પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની કરન્સી ગ્રેડ ધરાવતું બનાના ફાયબર હવે ધીમે ધીમે ડિમાન્ડમાં છે. લકઝરી કારમાં એન્જિનના અવાજ માં ઘટાડો કરવા થીએટરને સાઉન્ડ પ્રુફ કરવા, જેવા અનેક માધ્યમ છે.  જેમાં બનાના ફાયબરનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે નવસારી કૃષિ યુનિવર્સીટીના અથાક મહેનત થકી એકસમયે માત્ર કેળાના ફળ માટે થતી ખેતી પરંપરાગત સીમાડા ઓળંગી બનાના ફાયબર ઇન્ટરનેશનલ ડીમાંડેબલ પ્રોડકટ બની છે.