Robbery/ અંકલેશ્વરમાં ફિલ્મી ઢબે બેંકમાં લૂંટ,પોલીસે ફાયરિંગ કરતા આરોપી ગંભીર ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાયો

અંકલેશ્વર શહેરના પિરામણ નાકા નજીક  આવેલી યુનિયન બેંકમાં ભર બપોરના સમયે ત્રાટકેલા ચાર જેટલા અજાણ્યા શખ્સોએ બંદૂકની અણીએ બેંકમાંથી લૂંટ ચલાવી હતી

Top Stories Gujarat
10 5 અંકલેશ્વરમાં ફિલ્મી ઢબે બેંકમાં લૂંટ,પોલીસે ફાયરિંગ કરતા આરોપી ગંભીર ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાયો
  • ભરૂચના અંકલેશ્વરની બેંકમાં લૂંટની ઘટના
  • અંકલેશ્વર પીરામણનાકા નજીક યુનિયન બેંકમાં લૂંટ
  • બાઇક પર આવેલ શખ્સોએ મંચાવી લૂંટ
  • 3 શખ્સો લૂંટ ચલાવી સુરત તરફ ફરાર થયા
  • પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો
  • પોલીસને જવાબી ફાયરિંગમાં થયો ઇજાગ્રસ્ત
  • ને.હા. સહિતના પોઇન્ટ પર નાકાબંધી
  • લૂંટારુઓએ પોલીસ પર કર્યું ફાયરિંગ
  • ઉચ્ચ પો.અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે
  • આરોપી રાહુલકુમાર સિંગને લવાયો વડોદરા
  • વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયો
  • આરોપી ઇજાગ્રસ્ત હોવાથી ભરૂચ કરાયો હતો દાખલ
  • તબિયત વધુ લથડતા વડોદરા SSG હોસ્પિ. લવાયો
  • રાહુલ કુમાર સિંગ મૂળ બિહારનો રહેવાસી

ગુજરાતમાં ગુનાખોરીનો પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યો છે.લૂંટ અને ચોરીના બનાવો હવે સામાન્ય બન્યા છે,આજે અંકલેશ્વર શહેરના પિરામણ નાકા નજીક  આવેલી યુનિયન બેંકમાં ભર બપોરના સમયે ત્રાટકેલા ચાર જેટલા અજાણ્યા શખ્સોએ બંદૂકની અણીએ બેંકમાંથી લૂંટ ચલાવી હતી. બેન્કનો ગેટ બંધ કરી કર્મચારી અને ગ્રાહકોને બંધક બનાવી આ શખ્સોએ રૂ. 22.70 લાખની લૂંટ કરી હતી. બેંકમાંથી લૂંટ કરી સુરત તરફ ભાગેલા લૂંટારુઓનો પોલીસે પીછો કર્યો હતો. જેમાં પોલીસ અને લૂંટારાઓ વચ્ચે સામ સામે ફાયરિંગની ઘટનામાં ઘાયલ થયા બાદ એક લૂંટારુ પકડાઈ ગયો હતો.

યુનિયન બેંકમાં ભર બપોરે ત્રાટકેલા ચાર ઈસમોએ બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી. બેંકના કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવી આ લૂંટારૂઓએ રૂ. 22.70 લાખની લૂંટ આચરી હતી. બે બાઇક લઈને આવેલા આ ચાર લૂંટારુઓ રૂપિયાના થેલાં ભરીને ભાગવા જતા બેંકનો સ્ટાફ તેમની પાછળ દોડતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અંકલેશ્વરમાં પીરામણનાકાના ભરચક વિસ્તારમાં આવેલી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની શાખા પર આજે ચાર લૂંટારૂઓ દેશી તમંચા સાથે એકાએક ત્રાટક્યા હતા. આ લૂંટારૂઓ બાઈક પર આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બેંકમાં જ્યારે લૂંટારાઓ ઘૂસ્યા બાદ તેમને લોકોને ડરાવવા માટે બંદૂક તાકી હતી. પરંતુ સમય સૂચકતાના કારણે આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો પહોંચ્યો હતો અને આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ફાયરિંગમાં આરોપી ઘાયલ થયો હતો. તેની તબિયત વધુ લથડતાં તેન વડોદરા એસએસજી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાે છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.