Covid-19/ દેશ અને દુનિયામાં છેલ્લા 24 કલાકમાં જાણો કેટલા નોંધાયા કોરોનાનાં કેસ

સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાનો કહેર છે. ત્યારે ભારતમાં નિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે

India
  • દેશમાં ફરી રિકવરી સામે વધ્યાં નવા કોરોના કેસ
  • નવા 12 હજાર કેસ સામે 11 હજાર દર્દી રિકવર
  • દેશમાં હાલ 1.34 લાખ એક્ટિવ કેસ
  • દેશમાં કુલ કેસનો આંક 1.09 કરોડ પર
  • દેશમાં અત્યાર સુધી 79 લાખ લોકોને અપાઇ રસી

સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાનો કહેર છે. ત્યારે ભારતમાં નિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. જી હા, દેશમાં કોરોનાનાં કેસ સતત ઓછા નોંધાઇ રહ્યા છે. જ્યારે સમગ્ર વિશ્વની વાત કરીએ તો કોરોનાનો આંક 10.90 કરોડને પાર પહોંચી ગયો છે. જ્યારે ભારતમાં આ આંક 1.09 કરોડ પર છે.

કોરોનાવાયરસનાં કારણે વર્ષ 2020 ઘણુ ખરાબ રહ્યુ હતુ. ચીનમાંથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા આ વાયરસે લાખો લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. જો કે હાલમાં ભારતમાં કોરોનાનાં કેસમાં ઘણો ઘટાડો નોંધાઇ રહ્યો છે. નવા સામે આવેલા કેસની વાત કરીએ તો, 12 હજાર કેસ સામે 11 હજાર દર્દીઓ રિકવર થયા છે. જ્યારે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 1.34 લાખ છે. જ્યારે કોરોનાનો કુલ આંક 1.09 કરોડ પર છે. વળી દેશમાં વિક્સિનેશનની પ્રક્રિયા પણ જોર સોરથી ચાલી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં 79 લાખ લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે.

  • USમાં 24 કલાકમાં કોરોનાનાં નવા 86 હજાર કેસ
  • USમાં કોરોનાથી 24 કલાકમાં 2272 લોકોનાં મોત
  • બ્રાઝિલમાં કોરોનાનાં નવા 45 હજાર કેસ
  • વિશ્વમાં હાલ 2.54 કરોડ એક્ટિવ કેસ
  • વિશ્વમાં કુલ કેસનો આંક 10.90 કરોડ પર

વળી બીજી તરફ જો સમગ્ર વિશ્વની વાત કરવામાં આવે તો, કુલ કેસનો આંક 10.90 કરોડ પર છે, અને કોરોનાનાં એક્ટિવ કેસનો આંક 2.54 કરોડ છે. કોરોનાવાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ અમેરિકામાં હજુ પણ કોરોનાએ પોતાનો કહેર યથાવત રાખ્યો છે. અહી છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 86 હજાર કેસ સામે આવ્યા છેે. જ્યારે આ 24 કલાકમાં 2,272 લોકોનાં મોત થયા છે. વળી બ્રિઝિલમાં પણ કોરોનાનાં નવા 45 હજાર કેસ સામે આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વની સરખામણીમાં ભારતમાં કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેને લઇને દેશવાસીઓમાં એક ખુશી છે. જો કે આ પહેલા ભારતમાં કોરોનાવાયરસની એન્ટ્રી થઇ ત્યારે એવુ કહેવામાં આવતુ હતુ કે, આ વાયરસ જો ભારતમાં આવશે તો કોહરામ મચી જશે, અંધાધૂધી ફેલાઇ જશે. શરૂઆતમાં એવુ લાગ્યુ પણ હતુ કે આ વાયસ હવે આપણી મોટી જનસંખ્યાનો જીવ લઇને જ જશે. પરંતુ આ વચ્ચે દેશવાસીઓએ એક  યોગ્ય સમજણનું ઉદાહરણ પૂરુ પાડ્યુ હતુ અને કોરોનાનાં દૂર કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે.

Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 4 પટેલ પાવરની ગેરહાજરીથી કોંગ્રેસ દિશાવિહીન

Covid-19: તો શું આપણે કોરોના સામે મેળવી લીધી છે જીત? રાજ્યમાં આજે કોરોનાથી નથી થઇ એક પણ મોત

Cricket: મોટેરામાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે ત્રીજી ટેસ્ટ મેચ, જાણો ક્યારે મળશે ટીકીટ અને શું છે તેનો ભાવ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ