બૉલીવુડ/ પ્રિયંકા ચોપડા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જાણો કેટલા પૈસા કમાય છે

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને ક્રિકેટર વિરાટ કોહલીના નામ શામેલ છે

Entertainment
Untitled 3 પ્રિયંકા ચોપડા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જાણો કેટલા પૈસા કમાય છે

ઇન્સ્ટાગ્રામ એ સોશિયલ મીડિયાનું એક એવું પ્લેટફોર્મ છે જ્યાંથી સેલેબ્સ ઘણું કમાય છે. તાજેતરમાં જ  ઇન્સ્ટાગ્રામની રિચલિસ્ટ 2021 બધાની સામે આવી છે. આ  યાદી માં  ફક્ત 2 ભારતીયો પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયા છે. આ 2 ભારતીયમાં બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને ક્રિકેટર વિરાટ કોહલીના નામ શામેલ છે. પ્રિયંકા ચોપડા એક પેઇડ પોસ્ટ દ્વારા 3 કરોડની કમાણી કરે છે. જ્યારે આ લિસ્ટમાં સામેલ વિરાટ કોહલીએ એક પોસ્ટ દ્વારા લગભગ 5 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Untitled 4 પ્રિયંકા ચોપડા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જાણો કેટલા પૈસા કમાય છે

ટોચના 30 માં પ્રિયંકા અને વિરાટના નામ શામેલ છે

આ યાદીમાં પ્રિયંકા અને વિરાટે સતત ત્રીજી વર્ષ રેન્કિંગ વધાર્યું છે. આ અગાઉ 2019 અને 2020 માં પણ આ બંને સેલેબ્સે આ યાદીમાં ટોપ 100 માં સ્થાન મેળવ્યું હતું. આ વર્ષે આ યાદીમાં પ્રિયંકા ચોપરા 27 મા ક્રમે છે જ્યારે વિરાટ કોહલીને 19 મો રેન્ક મળ્યો છે. આ બંને ભારતીય સ્ટાર્સ સતત ત્રણ વર્ષથી તેમની રેન્કિંગમાં વધારો કરી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ સૂચિમાં ફક્ત બે ભારતીયોના નામ શામેલ છે. આ યાદીમાં પ્રથમ ક્રમે ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે.

પ્રિયંકા ના  ઇન્સ્ટાગ્રામ પર 65 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે વિરાટ કોહલીના 132 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. માર્ચ 2021 માં, વિરાટ ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચનાર પ્રથમ ભારતીય અને પ્રથમ ક્રિકેટર બન્યો. બીજી બાજુ, રોનાલ્ડોએ આ વર્ષે પેઇડ પોસ્ટ દીઠ 11.9 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ડ્વેન જહોનસન બીજા સ્થાને અને ગાયક એરિયાના ગ્રાન્ડેને ત્રીજો સ્થાન  મળ્યું  છે.

Untitled 5 પ્રિયંકા ચોપડા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જાણો કેટલા પૈસા કમાય છે