Not Set/ ઈપીએફનાં ફંડ મેનેજ કરવાનો ઠેકો આ 3 કંપનીઓને મળી શકે, જાણો

કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) આગામી સપ્તાહે ટ્રસ્ટીઓની બેઠકમાં ભંડોળ મેનેજર તરીકે નિમણૂક એચએસબીસી એએમસી, યુટીઆઈ એએમસી અને એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડને કરી શકે છે. આ નિમણૂક ત્રણ વર્ષ માટે હોઈ શકે છે. ઇપીએફઓનાં ઓડિટ અને ઇન્વેસ્ટમેન્ટ કમિટી (એફએઆઇસી) એ એક ઓક્ટોબર, 2019 થી ત્રણ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ એચએસબીસી એએમસી, યુટીઆઈ એએમસી અને એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડને […]

Business
EPFO k02H ઈપીએફનાં ફંડ મેનેજ કરવાનો ઠેકો આ 3 કંપનીઓને મળી શકે, જાણો

કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) આગામી સપ્તાહે ટ્રસ્ટીઓની બેઠકમાં ભંડોળ મેનેજર તરીકે નિમણૂક એચએસબીસી એએમસી, યુટીઆઈ એએમસી અને એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડને કરી શકે છે. આ નિમણૂક ત્રણ વર્ષ માટે હોઈ શકે છે.

ઇપીએફઓનાં ઓડિટ અને ઇન્વેસ્ટમેન્ટ કમિટી (એફએઆઇસી) એ એક ઓક્ટોબર, 2019 થી ત્રણ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ એચએસબીસી એએમસી, યુટીઆઈ એએમસી અને એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડને ત્રણ વર્ષ માટે ફંડ મેનેજર તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી છે.

એફએઆઇસીની ભલામણ ઇપીએફઓનાં સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (સીબીટી) સમક્ષ રાખવામાં આવશે. 21 ઓગષ્ટ 2019 નાં રોજ શ્રમમંત્રીની આગેવાની હેઠળમાં સીબીટીની બેઠક મળશે. ફંડ મેનેજરો અને ત્રણ વર્ષ માટે નિમણૂક ગત વર્ષ એપ્રિલથી બાકી છે. સીબીટીએ 1 એપ્રિલ, 2015 થી ત્રણ વર્ષ માટે એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ પ્રાઇમરી ડીલરશીપ, રિલાયન્સ કેપિટલ અને એચએસબીસી એએમસીની નિમણૂક કરી હતી.

ત્યારબાદ ઈપીએફઓએ પાંચ ફંડ મેનેજરોની મુદ્દત ઘણી વખત લંબાવવામાં આવી. હવે આ ફંડ મેનેજરોની વિસ્તૃત અવધિ 30 સપ્ટેમ્બર 2019 નાં રોજ સમાપ્ત થાય છે. સૂત્રએ જણાવ્યું હતું કે ત્રણેય એસેટ મેનેજમેન્ટ કંપનીઓનાં ભૂતકાળનાં પ્રભાવનાં આધારે તેમના નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.