ગુજરાત/ અમદાવાદનાં નવા મેયર-ડેપ્યુટી મેયરે પોતાના નામની જાહેરાત બાદ જાણો શું આપી પ્રતિક્રિયા?

અમદાવાદનાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની જાહેરાત બાદ તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે. 

Top Stories Ahmedabad Gujarat
ગરમી 8 અમદાવાદનાં નવા મેયર-ડેપ્યુટી મેયરે પોતાના નામની જાહેરાત બાદ જાણો શું આપી પ્રતિક્રિયા?

6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જંગી જીત મેળવી હતી. જે બાદ સતત મેયર પદને લઇને ચર્ચાઓ ચાલી રહી હતી. જેનો આજે હવે અંત આવ્યો છે. અમદાવાદનાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની જાહેરાત બાદ તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે.

Gujarat / વડોદરાનાં નવા મેયર તરીકે જાણો કોની કરાઇ જાહેરાત?

નવા મેયરની પ્રતિક્રિયા

અમદાવાદાનાં 41 માં નવા મેયર તરીકે કિરીટ પરમારની જાહેરાત બાદ તેમણે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, હુ ભાજપનાં નેતૃત્વગણનો ઘણો ઋણી છુ. આભારી છુ. એક સામાન્ય પરિવારમાંથી, સામાન્ય ચાલીમાંથી આવનાર, મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં ભણનાર જેવા નાના પરિવારમાંથી આવનાર સામાન્ય માણસને આ શહેરની પ્રતિષ્ઠિત પદ ઉપર બેસાડવા બદલ હુ ભાજપનાં નેતૃત્વનો ખૂબ જ આભારી છુ.  હુ ત્રણ વોર્ડમાંથી ચૂંટણી લડ્યો છુ, પોટલિયા વોર્ડ, રખિયાલ સરસરપુર વોર્ડ અને ઠક્કરનગર વિસ્તાર. આ ત્રણેય વિસ્તારોમાં ગરીબ લોકો છે. આ વિસ્તારોની ભૌગોલિક સ્થિતિથી હુ પૂરી રીતે વાકેફ છુ. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની જે પણ યોજનાઓ ચાલી છે, તે દરેક નાના પરિવાર, નાના વ્યક્તિ સુધી પહોંચી શકે તેવો મારો હંમેશા પ્રયત્ન રહેશે.

Gujarat: અમદાવાદનાં નવા મેયર તરીકે જાણો કોનુ નામ આવ્યું બહાર?

ડેપ્યુટી મેયરની પ્રતિક્રિયા

અમદાવાદનાં ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલની જાહેરાત કરવામા આવી છે. જે બાદ તેમણે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે, અમદાવાદમાં બાકી રહેલા કાર્યોને અમે પૂર્ણ કરીશું. શહેરમાં ઘણા કામો અમારા પૂર્વ મેયર બિજલબેન પટેલે કર્યા છે, જે ક્યાય અધૂરા નથી અને જ્યા અધૂરા રહ્યા હશે તો તેને અમે પૂર્ણ કરીશું. ભાજપે અને પાર્લામેન્ટરી બોર્ડે મને જે જવાબદારી સોંપી છે તેને હુ નિભાવીશ. તેમનું નામ કેવી રીતે આગળ આવ્યુ તે અંગે તેમણે કહ્યુ કે, આ પાર્ટીમાં કશું જ ખબર હોતી નથી અને નામ અનિશ્ચયે સામે આવી જાય છે અને આ રીતે જ મારુ નામ આવ્યુ છે. પાર્ટી અને કાર્યકરોએ જે રીતે મારી કદર કરી છે તેથી હુ નિષ્ઠાથી કામ કરવા માંગુ છુ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ