Russia-Ukraine war/ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને જાણો યુક્રેનના યુદ્વ મામલે શું કહ્યું…

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે કહ્યું હતું કે રશિયા યુક્રેનમાં જ્યાં સુધી તેમના લક્ષ્યો પૂરા નહીં થાય ત્યાં સુધી સૈન્ય કાર્યવાહી ચાલુ રાખશે.

Top Stories World
3 22 રશિયાના રાષ્ટ્રપતિ પુતિને જાણો યુક્રેનના યુદ્વ મામલે શું કહ્યું...

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે કહ્યું હતું કે રશિયા યુક્રેનમાં જ્યાં સુધી તેમના લક્ષ્યો પૂરા નહીં થાય ત્યાં સુધી સૈન્ય કાર્યવાહી ચાલુ રાખશે. પુતિને કહ્યું કે અભિયાન યોજના મુજબ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે તે ઝડપથી આગળ વધી રહ્યું નથી કારણ કે રશિયા નુકસાનને ઓછું કરવા માંગે છે.

રશિયાના ફાર ઇસ્ટમાં વોસ્ટોચની સ્પેસ લૉન્ચ સેન્ટરની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, “જ્યાં સુધી તે પૂર્ણ ન થાય અને નિર્ધારિત લક્ષ્યો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી લશ્કરી કાર્યવાહી ચાલુ રહેશે.” પુતિને દાવો કર્યો હતો કે ઇસ્તંબુલમાં રશિયન વાટાઘાટોકારો સાથેની વાતચીત દરમિયાન યુક્રેને પ્રસ્તાવોમાંથી પીછેહઠ કરી હતી, પરિણામે મંત્રણામાં મડાગાંઠ સર્જાઈ હતી અને રશિયા પાસે તેના આક્રમક અભિગમ સાથે આગળ વધવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો.