નિવેદન/ શિવપાલ યાદવે અખિલેશ યાદવ અંગે શું કહ્યું જાણો વિગત…..

પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના પ્રમુખ શિવપાલ યાદવે એક ઈન્ટરવ્યુમાં  કહ્યું છે કે અખિલેશ યાદવના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે

Top Stories India
YADAV શિવપાલ યાદવે અખિલેશ યાદવ અંગે શું કહ્યું જાણો વિગત.....

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરનાર પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના પ્રમુખ શિવપાલ યાદવે એક ઈન્ટરવ્યુમાં  કહ્યું છે કે અખિલેશ યાદવના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે, અમારી વચ્ચે હવે બધું બરાબર છે.અમે સાથે મળીને ચૂંટણી લડીશું

અખિલેશના કાકા શિવપાલ યાદવે કહ્યું કે, સપા સાથે આવવાનો નિર્ણય એટલા માટે લેવો પડ્યો કારણ કે દરેક આ ગઠબંધન સાથે આવવાનો વિચાર વ્યક્ત કર્યો હતો કે ચૂંટણી એકસાથે લડવી જોઈએ. દરેક લોકો ભાજપ સરકારથી નારાજ છે. તેઓએ માત્ર ખોટા વચનો આપ્યા છે, ચૂંટણી પહેલા તેઓ માત્ર મંદિર-મસ્જિદ, હિન્દુ-મુસ્લિમ, લોકોને ફસાવી રહ્યા છે,લોકોને ખોટા આરોપોમાં ફસાવવામાં આવે છે. ખેડૂતોને 13 મહિના સુધી બેસી રહેવું પડ્યું હતું.

તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર ઘણો વધી ગયો છે, દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર છે. મેં આ બધુ પ્રત્યક્ષ જોયું છે.  મેં ભાજપને હટાવવા માટે જ અખિલેશ સાથે વાત કરી અને કહ્યું કે હું ઈચ્છું છું કે અખિલેશ ફરીથી મુખ્યમંત્રી બને. મેં તેમને નેતા તરીકે સ્વીકાર્યા છે. મેં કોઈ શરત મૂકી નથી. વિજેતા ઉમેદવારોને ટિકિટ મળવી જોઈએ. ઈમાનદારને ટિકિટ મળવી જોઈએ, ગુનેગારોને દૂર રાખવા જોઈએ. અમે સલાહ આપીશું, પરંતુ અખિલેશ નિર્ણય લેશે.