નિવેદન/ ધર્મપરિવર્તન બાદ વસીમ રિઝવીએ ઇસ્લામ ધર્મ વિશે શું કહ્યું જાણો…

ઉત્તર પ્રદેશ શિયા વક્ફ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ સૈયદ વસીમ રિઝવીએ સોમવારે ગાઝિયાબાદમાં અચાનક જ સનાતન ધર્મનો સ્વીકાર કર્યો. તેમણે પોતાનું નામ બદલીને જીતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી રાખ્યું છે

Top Stories India
wasim rizavi ધર્મપરિવર્તન બાદ વસીમ રિઝવીએ ઇસ્લામ ધર્મ વિશે શું કહ્યું જાણો...

ઉત્તર પ્રદેશ શિયા વક્ફ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ સૈયદ વસીમ રિઝવીએ સોમવારે ગાઝિયાબાદમાં અચાનક જ સનાતન ધર્મનો સ્વીકાર કર્યો. તેમણે પોતાનું નામ બદલીને જીતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી રાખ્યું છે. સનાતન ધર્મ સ્વીકાર્યાના 5 કલાક પછી વસીમ રિઝવી ઉર્ફે જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગીએ દરેક મુદ્દા પર વાત કરીને કહ્યું કે ઈસ્લામનું બીજું નામ આતંક છે, જેની શરૂઆત 1400 વર્ષ પહેલા અરબના રણમાં થઈ હતી.

મેં ઇસ્લામ છોડ્યો નથી. મને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. અમે ઇસ્લામ બદલવા માંગતા હતા. જે લોકો ઇસ્લામમાં માનતા હોય છે, જેઓ કુરાનને અલ્લાહનો પુસ્તક કહી રહ્યા છે, તેઓ ખોટા છે. કુરાન અનુસાર, જો એક વ્યક્તિ બીજાનું શિરચ્છેદ કરે છે, તો તે ધર્મના આધારે યોગ્ય છે, પરંતુ તે માનવતાની વિરુદ્ધ છે. મને ઇસ્લામમાંથી હાંકી કાઢવામાં આવ્યો કારણ કે મેં રામ જન્મભૂમિ પર વાત કરી હતી. મોહમ્મદ વિશે મેં કહ્યું કે તે અલ્લાહના મેસેન્જર નથી, તે ઘમંડી વ્યક્તિ હતા

આજે વિશ્વમાં ઇસ્લામ આતંકવાદ તરીકે ઓળખાય છે. આતંક ઇસ્લામનું બીજું નામ છે. આ આતંકની શરૂઆત 1400 વર્ષ પહેલા અરબસ્તાનના રણમાં મોહમ્મદ દ્વારા કરવામાં આવી હતી. હવે હું સનાતન ધર્મમાં આવ્યો છું અને હવે હું અહીં જ રહીશ અને હું પણ અહીં જ મરીશ.

ઇસ્લામમાં કોઈ સારું નથી. હવે એ બદલવું પડશે. તાજેતરમાં જ પાકિસ્તાનમાં શ્રીલંકાના એક અધિકારીની રસ્તા વચ્ચે હત્યા કરવામાં આવી હતી અને ત્યાં એક ધર્મના લોકો તેના સળગતા શરીર સાથે તસવીરો પાડી રહ્યા હતા. માનવતા માટે આ ખૂબ જ શરમજનક બાબત છે. ધર્મ જ પ્રેમ શીખવે છે. સનાતન વિશ્વનો પ્રથમ ધર્મ છે. હવે મારું લક્ષ્ય સનાતન ધર્મ માટે બલિદાન આપવાનું છે અને હું આ બધું માનવજાતની સેવા માટે કરતો રહીશ.