Gadjets/ જાણો કયા SmartPhone એ 112 કરોડની કરી સેલ?

દુનિયામાં સ્માર્ટફોન કે સ્માર્ટફોનમાં દુનિયા? આજે આ સવાલ બની ગયો છે. તમે તમારી આસપાસ અવનવા સ્માર્ટફોન જોતા જ હશો.

Tech & Auto
ગરમી 18 જાણો કયા SmartPhone એ 112 કરોડની કરી સેલ?

દુનિયામાં સ્માર્ટફોન કે સ્માર્ટફોનમાં દુનિયા? આજે આ સવાલ બની ગયો છે. તમે તમારી આસપાસ અવનવા સ્માર્ટફોન જોતા જ હશો. આ સ્માર્ટફોનની દુનિયામાં દરેક કંપની અન્ય કંપનીઓ સાથે Competition કરી રહી છે. ત્યારે કોણ કેટલુ સારુ આપી શકે અને કેવુ આપી શકે તેમા દરેક ગ્રાહકોની નજર રહેતી હોય છે. આ વચ્ચે Realme નાં સ્માર્ટફોને કમાલ કરી બતાવી છે.

ગરમી 19 જાણો કયા SmartPhone એ 112 કરોડની કરી સેલ?

Technology / 6000mAhની બેટરી વાળો Realmeનો આ ફોન થયો ખૂબ સસ્તો , કિંમત 9 હજારથી પણ ઓછી

સ્માર્ટફોન આજે દરેકનાં હાથમાં હોય છે, પરંતુ તે કેટલો સારો અને કેટલો વ્યાજબી ભાવે મળે છે તે દરેક ગ્રાહકો જોતા હોય છે, ત્યારે આ Realme નાં સ્માર્ટફોને એક જબરદસ્ત સેલ થઇ છે. આ ફોન Realme GT 5G છે. પ્રથમ વેચાણમાં Realme GT 5G નું વેચાણ 100 કરોડને વટાવી ગયું છે. ફ્લૈગશિપ ફોન Realme GT 5G 2899 યુઆન (આશરે 32,470 રૂપિયા) ની પ્રારંભિક કિંમતે ચીનમાં પહોંચ્યો છે. પ્રથમ સેલમાં ફક્ત 10 સેકંડમાં, 100 મિલિયન યુઆન (લગભગ 112 કરોડ રૂપિયા) થી વધુનાં Realme GT 5G  ફોન્સ વેચાયા છે. Realme એ પુષ્ટિ આપી છે કે તેણે 10 સેકંડમાં 100 મિલિયન યુઆનથી વધુ ફોન્સ વેચ્યા છે.

ગરમી 20 જાણો કયા SmartPhone એ 112 કરોડની કરી સેલ?

Technology / ફ્લિપકાર્ટ પર શરુ થયો Cooling Days સેલ, માત્ર 16,499 રુપિયામાં ખરીદો AC

Realme GT 5G સ્માર્ટફોન બે વેરિએન્ટમાં આવ્યો છે. 8 GB RAM અને 128 GB સ્ટોરેજવાળા વેરિયન્ટની કિંમત 2,899 યુઆન (આશરે 32,480 રૂપિયા) છે. જ્યારે 12 GB RAM અને 256 GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 3,399 યુઆન (લગભગ 38,000 રૂપિયા) છે. પ્રથમ સેલમાં, બેઝ મોડેલની કિંમત 2,799 યુઆન (આશરે 31,300 રૂપિયા) અને 12 GB RAM મોડેલની કિંમત 3,299 યુઆન (આશરે 36,996 રૂપિયા) રાખવામાં આવી હતી. Realme આ બંને મોડેલોનાં લગભગ 35,727 અને 30,312 યૂનિટ્સને વેચી ચુકી હશે.

ગરમી 21 જાણો કયા SmartPhone એ 112 કરોડની કરી સેલ?

Technology / જાણો, ભારતમાં ક્યારે લોન્ચ થશે Oneplus Nord 2, ક્યારેય નહીં આપ્યું હોય આવું ધમાકેદાર ફીચર

Realme GT 5G  સ્માર્ટફોન 6.43 ઇંચની ફુલ HD+સુપર એમોલેડ ડિસ્પ્લે સાથે આવે છે. આ ફોન એન્ડ્રોઇડ 11 નાં આધારે Realme UI 2.0 પર કામ કરે છે. આ ફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 888 5 G પ્રોસેસરથી સજ્જ છે, જેમાં 12 GB RAM અને 256 GB સ્ટોરેજ છે. ફોટોગ્રાફી માટે Realme GT 5G  ફોનમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેનો પ્રાઇમરી કેમેરો 64 મેગાપિક્સલનો છે, સેકન્ડરી કેમેરો 8 મેગાપિક્સલનો વાઇડ-એંગલ લેન્સ અને 2 મેગાપિક્સલનો માઇક્રો લેન્સનો છે. સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો કેમેરો છે. ફોનમાં તમને 4,500 એમએએચની બેટરી મળશે, જે 65 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. આ સિવાય ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. ફોન 8.4 mm ફેટ અને 186 ગ્રામ ભારે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ