Not Set/ જાણો કોણ છે આ સ્કાય અને મૂસ જે જીવે છે વૈભવી જીવન

ઈંગ્લેન્ડના લિંકનશાયરમાં રહેતી મેગી જ્હોન્સન નામની મહિલાની. તે તેના 2 કબૂતરો પર દર મહિને 30થી 40 હજાર રૂપિયાનો ખર્ચો કરે છે

Others Ajab Gajab News
Untitled 193 જાણો કોણ છે આ સ્કાય અને મૂસ જે જીવે છે વૈભવી જીવન

પોતાના પાલતુ પ્રાણીઓને ઘરના સભ્યના જેમ જ પ્રેમ કરવો અને તેમને દરેક સુવિધાઓ મળી રહે તે ધ્યાન રાખવુ હવે નવી વાત નથી. પરંતુ એક મહિલા પોતાના બે કબૂતરોને બાળકોથી પણ વધારે પ્રેમ આપી રહી છે.

વાત છે ઈંગ્લેન્ડના લિંકનશાયરમાં રહેતી મેગી જ્હોન્સન નામની મહિલાની. તે તેના 2 કબૂતરો પર દર મહિને 30થી 40 હજાર રૂપિયાનો ખર્ચો કરે છે. એટલું જ નહીં તેના કબૂતર પણ ઘણા ફેશનેબલ છે અને લક્ઝરી લાઈફ જીવે છે. તેમનું વોર્ડરોબ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.  મેગી જ્હોન્સન પશુ-પક્ષીઓને ઘણો પ્રેમ કરે છે. તેને થોડા સમય પહેલા 2 ઘાયલ કબૂતરો મળ્યા હતા. તે તેને ઘરે લઈ આવી અને કબૂતરોની ઘણી સંભાળ રાખી. બાદમાં તેણે આ કબૂતરોનું નામ સ્કાય અને મૂસ રાખ્યું. તે બંને માટે ડિઝાઇનર ડ્રેસ બનાવડાવે છે અને તેમના પર હજારો રૂપિયા ખર્ચ કરે છે.

સુવિધાઓ માટે મહિને 40 હજાર રૂપિયા

badrom જાણો કોણ છે આ સ્કાય અને મૂસ જે જીવે છે વૈભવી જીવન

મેગી આ કબૂતરોની શોપિંગ, ફૂડ અને અન્ય સુવિધાઓ પર દર મહિને લગભગ 40 હજાર રૂપિયા ખર્ચ કરે છે. કબૂતરોનું વોર્ડરોબનું કલેક્શન પણ સારું છે. જેમાં કબૂતરોના સુંદર ડિઝાઇનર ડ્રેસ છે. તે અત્યાર સુધીમાં આ કબૂતરો પર લાખો રૂપિયા ખર્ચ કરી ચૂકી છે.

રિપોર્ટ અનુસાર

kabutar 1 જાણો કોણ છે આ સ્કાય અને મૂસ જે જીવે છે વૈભવી જીવન

મેટ્રો યુકેના એક રિપોર્ટ અનુસાર, 23 વર્ષીય મેગી કબૂતરોની સંભાળને લઈને ઘણી સાવધાની રાખે છે. તે તેમના આરામની સંપૂર્ણ કાળજી રાખે છે. તે તેમને નિયમિત બહાર ફરવા પણ લઈ જાય છે. તમને સાંભળીને નવાઈ લાગશે પરંતુ મેગીએ આ કબૂતરો માટે અલગ બેડરૂમ પણ બનાવ્યા છે. તેમના માટે સોફ્ટ રમકડાં છે જેથી કબૂતરો તેમની સાથે રમી શકે.

કબૂતર ઘાયલ હાલતમાંમળ્યા 

ccccc 1 જાણો કોણ છે આ સ્કાય અને મૂસ જે જીવે છે વૈભવી જીવન

મેગીને આ બંને કબૂતર ઘાયલ હાલતમાં ક્યાંક પડેલા મળ્યા હતા. ત્યારથી તે આ કબૂતરોની સંભાળ રાખી રહી છે. તેને ઘણા સપ્તાહ સુધી ટ્યુબની મદદથી ખાવાનું ખવડાવ્યું. તેમાંથી મૂસ નામના કબૂતરને માત્ર એક આંખ છે. મેગી જણાવે છે કે આવી પરિસ્થિતિમાં તેના માટે બહાર ઉડવું સલામત નથી. મેગી પાસે આવી જ રીતે રેસ્ક્યુ કરવામાં આવેલો કૂતરો પણ છે