Not Set/ જાણો કોણ હતા રાજીવ સાતવ, જેઓ કોરોના સામે હાર્યા જંગ

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના આકસ્મિક નિધનથી નેતાઓમાં દુખની લાગણી પ્રસરી ગઈ છે. રાજીવ સાતવના નિધનથી ગુજરાત કોંગ્રેસમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે.

Gujarat Others

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના આકસ્મિક નિધનથી નેતાઓમાં દુખની લાગણી પ્રસરી ગઈ છે. રાજીવ સાતવના નિધનથી ગુજરાત કોંગ્રેસમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે. ત્યારે તેમના નિધન પર અમિત ચાવડા, હાર્દિક પટેલ, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પી છે. 46 વર્ષના રાજીવ સાતવને મહારાષ્ટ્રના મરાઠવાડા અને વિદર્ભ વિસ્તારના મહત્વના નેતા ગણવામાં આવતા હતા. તેઓ 22 એપ્રિલે કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા.

ગુજરાત કૉંગ્રેસના પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાજીવ સાતવનું નિધન, પુણેમાં ચાલી રહી હતી સારવાર

રાજીવ સાતવ હાલ કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને પાર્ટીના ગુજરાત પ્રભારી હતા. કૉંગ્રેસની ઍક્સિક્યુટિવ કમિટીના કન્વીનર પણ હતા. સાતવનાં માતા રજની સાતવ કૉંગ્રેસનાં ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે.

રાજીવ સાતવનો જન્મ 21મી સપ્ટેમ્બર 1974ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો.તેમના પિતા રાજીવ શંકરરાવ સાતવ અને માતા  રજનીતાઇ સાતવ હતા.અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીનાં સભ્યપદે હતા.તેઓ મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો મોટો ચહેરો માનવામાં આવતો હતો. રાજીવ 2008થી 2010 સુધી મહારાષ્ટ્ર યુવા કોંગ્રેસ અને 2010 થી 2014 સુધી યુવા કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા હતા. રાજીવ પહેલી વખત 2009 થી 2014 સુઘી મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય રહ્યા. 2014માં હિંગોલી લોકસભા સીટ પરથી ચૂંટણી લડયા અને જીત્યા. ત્યારબાદ એપ્રિલ 2020માં તેમને રાજ્યસભા સાંસદ તરીકે પંસદ કરાય હતા.

Gujarat Congress In-Charge Rajiv Satav On A Tour Of Gujarat | ગુજરાત  કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતના પ્રવાસે, પેટા ચૂંટણી અંગે કરશે ચર્ચા

તેમને રાહુલ ગાંધીના નજીક માનવામાં આવતા. તેઓ 2019માં લોકસભાની ચૂંટણી નહોતા લડ્યા અને રાજ્યસભામાંથી ચૂંટાયા હતા. તેઓ અગાઉ યુશ કૉંગ્રેસના પ્રમુખ રહ્યા હતા.

તેમના નિધન પર રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, “મારા મિત્ર રાજીવ સાતવના નિધનથી હું ખૂબ જ દુ:ખી છું. તુ એક શક્તિશાળી નેતા હતા જેઓ કૉંગ્રેસના વિચારોને અંકિત કરનારા હતા. આ આપણા તમામ લોકો માટે ખૂબ જ મોટી ખોટ છે. તેમના પરિવારના દુ:ખમાં મારી સહાનુભુતિ છે.”

ગુજરાતના કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા ટ્વીટ કર્યું, “રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કૉંગ્રેસના પ્રભારી સૌમ્ય અને સાલસ સ્વભાવ, સાદગી અને પક્ષ પ્રત્યે નિષ્ઠાવાન નેતૃત્વ હંમેશાં યાદ રહેશે. સાતવજીનું નિધન ખૂબ જ મોટી ક્ષતિ છે. ઇશ્વર આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુ:ખના સમયમાં બળ આપે.