ન્યાય-અન્યાય/ ‘લવ જેહાદ’નો જવાબ ‘લવ કેસરી’થી આપવાની વાત કહેતા બે નેતાઓ સામે FIR

લવ જેહાદનો જવાબ હવે લવ કેસરીથી આપવો પડશે એવું કહેતા આક્રમક ભાષણ દ્વારા યુવાઓને ઉશ્કેરવાનો પ્રયત્ન કરવાનો આરોપ

Top Stories India
લવ

કર્ણાટકનાં રાયચૂર જીલ્લામાં બીજા સંપ્રદાયના લોકોને ઉશ્કેરવાનો મામલો નોંધાયો છે. રામનવમીનાં શુભઅવસરે શ્રીરામ સેનાનાં નેતાઓએ ખુલ્લેઆમ તલવારો ફેરવી અને આક્રમક ભાષણ આપ્યું હતું. આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે એફઆરઆઈ નોંધીને આગળ કાર્યવાહી હાથ ધરી છે.

શ્રીરામ સેનાના કાર્યકર્તાઓ ઉપર આરોપ છે કે, કાર્યક્રમ દરમિયાન તેમને આક્રમક ભાષણ દ્વારા યુવાઓને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે લવ જેહાદનો જવાબ હવે લવ કેસરીથી આપવો પડશે. એક હિન્દી ન્યુઝ વેબસાઈટ અનુસાર એ વાત શ્રીરામ સેનાના નેતા રાજાચંદ્ર રામનાગૌડાએ કહી હતી. ઉલ્લેખનીય છે કે દક્ષિણપંથી સંગઠન લવ જેહાદને ધર્માતરણનું ષડયંત્ર કહે છે. તેમનું કહેવું છે કે મુસ્લિમ લોકો હિંદુ મહિલાઓને ધર્માતરણ કારાવા માટે પ્રેમ જાળમાં ફસાવે છે અને બાદમાં તેનો ઉપયોગ કરે છે.

રાજાચન્દ્ર રામનાગૌડાએ કહ્યું હતું કે, હું આ મંચ ઉપરથી તમામ છોકરીઓને સંદેશ આપી રહ્યો છું કે જો કોઈ મુસ્લિમ વ્યક્તિ હિંદુ મહિલાને પરેશાન કરે તો હું અહી છું. આપણા ભાઈઓ અહી છે. અમે માત્ર દેખાડા માટે તલવાર નથી રાખતા. અમે અમારા ધર્મ માટે તેનો ઉપયોગ કરવાનું પણ જાણીએ છીએ. સાવધાન રહે! જે અમારા ઉપર હુમલો કરશે, તેને અમે શાંતિથી રહેવા દઈશું નહીં. આ મામલે રાજાચંદ્ર રામનાગૌડા વિરુધ્દ કેસ નોંધવામાં આવ્યો છે. તેના ઉપર ભીડને ભડકાવવાના આરોપ લગાવાયા છે.

આ પણ વાંચો : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ફીમાં કર્યો વધારો,જાણો વિધાર્થીઓએ કેટલી ફી ચૂકવવી પડશે