Not Set/ વૃદ્ધ સાથે મારામારીનાં મામલે હવે ટ્વિટર સહિત 11 લોકો પર FIR

ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદનાં લોની વિસ્તારમાં એક મુસ્લિમ વડીલને માર મારવાનાં કેસમાં નવો વળાંક આવ્યો છે.

Top Stories India
2 5 વૃદ્ધ સાથે મારામારીનાં મામલે હવે ટ્વિટર સહિત 11 લોકો પર FIR

ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદનાં લોની વિસ્તારમાં એક મુસ્લિમ વડીલને માર મારવાનાં કેસમાં નવો વળાંક આવ્યો છે. મંગળવારે પોલીસે સ્પષ્ટ કરી દીધું હતું કે, આ મામલો પરિવારોની દુશ્મની સાથે સંબંધિત છે. હવે ગાઝિયાબાદ પોલીસે સોશિયલ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર અને અન્ય 11 લોકો સામે આ મામલે કોમી રંગ આપવા બદલ એફઆઈઆર નોંધી છે. પોલીસે ટ્વિટર દ્વારા આ બધા પર ધાર્મિક ભાવના ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.

રાજકારણ / રાજસ્થાન કોંગ્રેસમાં All is not Well, ગેહલોત સામે દબાણ વધારવા પાયલોટનું દિલ્હી તરફ પ્રયાણ

ગાઝિયાબાદનાં લોની સરહદ વિસ્તારમાં વૃદ્ધ વ્યક્તિ સાથે હુમલો અને અભદ્ર વર્તનનો વીડિયો વાયરલ થયો હતો. હવે આ કેસમાં પોલીસે ટ્વિટર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ટ્વિટર વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. યુપી પોલીસે આ કાર્યવાહી એવા સમયે કરી છે જ્યારે આ મુદ્દાએ રાજકીય રંગ લીધો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અડીને આવેલા યુપીનાં ગાઝિયાબાદમાં એક વૃદ્ધ વ્યક્તિને ઢોર માર મારતો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલે રાજકીય રંગ લીધો હતો. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પ્રશ્નો ઉભા કર્યા ત્યારે સીએમ યોગીએ પ્રતિક્રિયા આપી અને રાહુલ ગાંધીને યુપીને બદનામ ન કરવા સૂચના આપી હતી. હવે યુપી પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે ટ્વિટર વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ભડકાવવા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. અગાઉ ગાઝિયાબાદ પોલીસે કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોની તપાસ કરવામાં આવી છે.

https://twitter.com/RanaAyyub/status/1404451814049673218?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1404451814049673218%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Ftrending%2Fmuslim-man-beaten-in-ghaziabad-forced-to-chant-jai-shri-ram-netizens-demands-justice-on-twitter-697114.html

મુલાકાત / કેબિનેટ વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે PM મોદીને મળવા CM શિવરાજ દિલ્હી પહોંચ્યા, આજે 12 વાગ્યે મીટીંગ

સોશિયલ મીડિયામાં મંગળવારથી એક વૃદ્ધની સાથે મારામારી અને અભદ્રતા, દાઢી કાપવાનાં વાયરલ વીડિયોની તપાસમાં જાણવા મળ્યું છે કે પીડિતા અબ્દુલ સમદ લોની બોર્ડરથી 5 જૂને બુલંદશહેરથી બેહટા આવ્યા હતા. અબ્દુલ સમદ અન્ય એક વ્યક્તિ સાથે મુખ્ય આરોપી પ્રવેશ ગુર્જરનાં ઘરે બંથલા ગયો હતો. પોલીસનાં જણાવ્યા મુજબ પરવેશનાં ઘરે થોડો સમય બાદ કલ્લુ, પોલી, આરીફ, આદિલ અને મુશાહિદ વગેરે છોકરાઓ આવ્યા હતા અને પરવેશ સાથે મળીને અબ્દુલ સમદ પર હુમલો કરવા લાગ્યા હતા. તેમના કહેવા મુજબ, અબ્દુલ સમદ તાવીજ બનાવવાનું કામ કરે છે અને તેમના દ્વારા આપવામાં આવતા તાવીજથી તેમના પરિવાર પર પ્રતિકૂળ અસર થઈ હતી. આ કારણે તેમણે આ કામ કર્યું.

majboor str 17 વૃદ્ધ સાથે મારામારીનાં મામલે હવે ટ્વિટર સહિત 11 લોકો પર FIR