Tandav/ લખનઉમાં નોંધાઈ FIR, મુંબઈ માટે રવાના થઈ યુપી પોલીસની ટીમ

મેઝોન પ્રાઇમ વિડીયો દ્વારા વેબ સિરીઝ બહાર પાડવામાં આવી છે, તેથી સંબંધિત પ્લેટફોર્મથી જવાબ મંગાવવામાં આવ્યો છે. વેબ સિરીઝને લગતી ફરિયાદો અંગે મંત્રાલય ખૂબ ગંભીર છે.

Entertainment

સૈફ અલી ખાનની વેબ સિરીઝ રિલીઝ થઈ ત્યારથી તે હેડલાઇન્સનો ભાગ બની રહી છે. આ વેબ સિરીઝ ઉપર હિન્દુઓની ભાવનાઓનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પહેલા ભાજપ નેતા રામ કદમે મુંબઈમાં સીરીઝ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેનો બહિષ્કાર કરવાની માંગ કરી હતી. લખનઉના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં નિર્માતાઓ વિરુદ્ધ હવે એફઆઈઆર નોંધાઈ છે. જે બાદ પોલીસ પણ એક્શનમાં જોવા મળી રહી છે.

Saif Ali Khan

લખનૌઉમાં હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ સીરીઝના નિર્દેશક અલી અબ્બાસ ઝફર, નિર્માતા હિમાંશુ કૃષ્ણ મેહરા, લેખક ગૌરવ સોલંકી સહિતના લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ સિવાય માહિતી અને પ્રસારણ મંત્રાલય પણ વેબ સીરીઝ તાંડવની વિરુદ્ધ સખ્ત છે. મંત્રાલયે એમેઝોન પ્રાઇમને આ સીરીઝ અંગે સ્પષ્ટતા માંગવા માટે નોટિસ આપી છે. આ સાથે લખનઉ પોલીસની 4 અધિકારીઓની ટીમ આગળની કાર્યવાહી માટે મુંબઈ જવા રવાના થઈ છે.

Waste of talent, resources and time: I watched Tandav on Amazon Prime so  you don't have to

અહેવાલો અનુસાર, એમેઝોન પ્રાઇમ વિડીયો દ્વારા વેબ સિરીઝ બહાર પાડવામાં આવી છે, તેથી સંબંધિત પ્લેટફોર્મથી જવાબ મંગાવવામાં આવ્યો છે. વેબ સિરીઝને લગતી ફરિયાદો અંગે મંત્રાલય ખૂબ ગંભીર છે. વેબ સીરીઝની સામગ્રી અંગેની ફરિયાદોને ગંભીરતાથી લઈને, રવિવારે માહિતી અને પ્રસારણ મંત્રાલયે એમેઝોન પ્રાઇમ વીડિયોની સ્પષ્ટતા માંગી છે. અહેવાલો અનુસાર મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે એમેઝોનને તમામ ફરિયાદો અને આક્ષેપોનો જવાબ આપવા કહેવામાં આવ્યું છે. જો સંતોષકારક જવાબ નહીં મળે તો એમેઝોન પ્રાઇમ અને વેબ સિરીઝ સામે કડક કાર્યવાહી થઈ શકે છે.

Ban Tandav Now Is Trending On Twitter Say Makers Are Allegedly Mocking  Hindu Gods - Tandav के मेकर्स को वकील ने भेजा लीगल नोटिस, लगा धार्मिक  भावनाओं को आहत करने का आरोप,

આ ઉપરાંત રવિવારે ભાજપ નેતા રામ કદમે પણ સીરીઝના મામલે મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે જ સમયે, આ સીરીઝપણ હિન્દુ મહાસભાના લક્ષ્ય પર છે. અખિલ ભારતીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજે આ ફિલ્મના એક દ્રશ્ય પર સખત વાંધો ઉઠાવ્યો છે. આટલું જ નહીં, તેઓ આ સીરીઝ વિશે એટલા ગુસ્સે છે કે તેમણે એમ પણ કહ્યું કે જે લોકો હિન્દી સનાતન ધર્મ વિરુદ્ધ ફિલ્મો અને વેબ સિરીઝ બનાવે છે તેમને ફાંસી આપી દેવી જોઇએ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…