Delhi News : દિલ્હીના કનોટ પેલેસ સ્થિત પ્રખ્યાત બિક્કગેન બિરયાની રેસ્ટોરન્ટમાં ભીષણ આગફાટી નીકળી હતી. જેમાં છ જણા ગંભીરપણે દાઝ્યા હોવાની માહિતી સામે આવી છે. દિલ્હી ફાયર સર્વિસિસ (DFS) એ જણાવ્યું હતું કે ગુરુવારે સવારે 11.55 વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડના છ વાહનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. જોકે, હજુ સુધી આગ પર કાબુ મેળવાયો નથી.
ગુરુવારે દિલ્હીના કનોટ પ્લેસમાં બિક્કગેન બિરયાની રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. આગમાં છ લોકો ખરાબ રીતે દાઝી ગયા છે.દિલ્હી ફાયર સર્વિસિસ (DFS) એ જણાવ્યું હતું કે ગુરુવારે સવારે 11.55 વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડના છ વાહનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. જોકે, હજુ સુધી આગ પર કાબુ મેળવાયો નથી.
તેમણે કહ્યું કે રેસ્ટોરન્ટના રસોડામાં એલપીજી સિલિન્ડરમાં લીકેજ થવાને કારણે આગ લાગી હતી. ઘાયલોને સારવાર માટે RML હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
આ પણ વાંચો:દિલ્હી-NCRમાં ઠંડા પવનને કારણે ઠંડીમાં વધારો, પર્વતો પર હિમવર્ષા અને વરસાદ શરૂ