Ahmedabad News : અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ બાવળા તાલુકાના ધરજી ગામમાં ધમધમતા જુગારધામ પર દરોડો પાડીને 18 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન, મોટરસાયકલ અને કાર સહિત કુલ 15 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ, LCBને બાતમી મળી હતી કે ધરજી ગામમાં ખુલ્લેઆમ જુગાર રમાઈ રહ્યો છે. આ બાતમીના આધારે LCBની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે 18 શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. અમદાવાદ ગ્રામ્ય LCBએ જુગાર ૨મતા 18 શકુનિઓને ઝડપી પાડ્યા છે. નળસરોવર પો.સ્ટે. હદ વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું હતું. બાવળા તાલુકાના ધરજી ગામે ખુલ્લામાં જુગાર રમતા 18 જુગારી ઝડપી પાડવામાં આવ્યા છે.
ગ્રામ્ય LCBએ 15 લાખથી વધુનો મુદ્દામાલ સાથે પોલીસે 18ની અટકાયત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે રોકડા 2,10,510 રૂપિયા, અને અન્ય 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે નળસરોવર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
@ MUKESH
આ પણ વાંચો:ઘર કે ઓફિસમાં CCTV કેવી રીતે રાખશો સુરક્ષિત? હર્ષ સંઘવીએ આપી જરૂરી ટીપ્સ
આ પણ વાંચો:ગાંધીધામ કચ્છ પોલીસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા
આ પણ વાંચો:રાજકોટ હોસ્પિટલના CCTV ફૂટેજ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી