Ahmedabad News/ વટવા કેનાલ પાસે કારખાનામાં લાગી આગ, ફાયરની 9 થી વધુ ગાડીઓ સાથે 6 અધિકારીઓ અને 40 થી વધુ જવાનો ઘટનાસ્થળે

અમદાવાદના વટવા કેનાલ પાસે સિલાઈના કારખાનામાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચીને ઓપરેશન હાથ ધરવામા આવ્યું. અંદાજે છેલ્લી 1 કલાકથી આગ ચાલું…..

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદના વટવા કેનાલ પાસે આવેલા સૈયદનગર નજીક એક સિલાઈના કારખાનામાં આજે ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતા જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા.

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, ઘટના સ્થળે 6 અધિકારીઓ અને 40થી વધુ જવાનો હાજર છે. આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની 9થી વધુ ગાડીઓ ઘટના સ્થળે તૈનાત કરવામાં આવી છે. જો કે, આગ એટલી ભીષણ છે કે 40 મિનિટથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી તેના પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી. ફાયર વિભાગના જવાનો આગને વધુ ફેલાતી અટકાવવા અને તેના પર કાબુ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.

હાલમાં આગ લાગવાનું કારણ અકબંધ છે અને કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવ્યા બાદ નુકસાનીનો અંદાજ લગાડવામાં આવશે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ

આ પણ વાંચો:અમદાવાદના સરખેજમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ : રૂ. 13.79 લાખનો મુદ્દામાલ કબજે