દાહોદ,
દાહોદના મીલ માલિક પર હુમલો થવાની ઘટના સામે આવી છે. ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે, આ મીલ માલિક પર એકસાથે 4 ગોળીઓ મારી હતી અને હત્યા જ કરવાના ઇરાદે આ હુમલો કરાયો હતો.

મીલ માલિક પ્રસન્નચંદ જૈન ઉપર ભુપેન્દ્ર વીરચંદ દલાલે હુમલો કર્યો હતો. ત્યારે આ હુમલો અંગત અદાવતથી કરાયું હોવાનું પણ સામે આવ્યુ છે.

હાલ મીલ માલિકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અને તેની હાલ હાલત ગંભીર જણાઇ રહી છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
