મહારાષ્ટ્ર/ શિવસેનાના બળવાખોર એકનાથ શિંદેની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી

અમે બાળા સાહેબના પક્કા શિવસૈનિકો, બાલા સાહેબે હિન્દત્વ શીખવાડ્યુ છે એવું એકનાથ શિંદે કહ્યું હતું જ્યારે શિવસેનાએ એકનાથને વિધાયક દળના નેતા પદેથી હટાવ્યા છે.

Top Stories India
શિવસેના

શિવસેના સાથે બગાવત કરનાર કેબીનેટ મંત્રી એકનાથ શિંદેની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યુ કે અમે બાળા સાહેબના પાક્કા શિવસૈનિક છીએ. બાળા સાહેબે અમને હિન્દુત્વ શીખવાડ્યુ છે. બાળા સાહેબના વિચારો અને ધર્મવીર આનંદ દીધે સાહેબની શિક્ષા અનુસાર સત્તા માટે અમે ગદ્દારી નથી કરી અને ન ક્યારેય કરીશુ. શિવસેનાએ એકનાથ શિંદેને વિધાયક દળના નેતા પદેથી છુટા કરવાનો નિણર્ય કર્યો છે. સેવરીના ધારાસભ્ય અજય ચૈધરીની શિવસેના વિધયક દળના નેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

તાજેતરમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચુંટણીમાં સત્તારૂઢ મહા વિકાસ અઘાડીને જોરદાર ફટકો પડ્યો હતો. મહારાષ્ટ્ર વિધાન પરિષદની 10 સીટો માટે સોમવારે મતદાન થયુ હતું. ભાજપના તમામ પાંચ ઉમેદવારો જીત્યા હતાં. શિવસેના, એનસીપીને બે-બે અને કોંગ્રેસને એક સીટીથી સંતોષ માનવો પડ્યો હતો. મહા વિકાસ અઘાડીના કેટલાક ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કરતા નારાજ મંત્રી એકનાથ શિંદે કેટલાક ધારાસભ્યો સાથે સુરતની હોટલમાં ડેરા-તંબુ નાખીને બેઠા છે. રાજ્યસભાની ચુંટણી બાદ માહારાષ્ટ્રની સત્તાધારી ગઠબંધન મહા વિકાસ અઘાડીને બીજો મોટો ફટકો વિધાન પરિષદની ચૂંટણીમાં પડ્યો હતો.

આ પણ વાંચો : કોહલીને ટીમમાંથી બહાર કરવાની વાત, દિગ્ગજ ખેલાડીનું ટ્વીટ થયું વાયરલ