Not Set/ ઝેરી દારૂ પીવાનાં કારણે હાથરસમાં પાંચ લોકોનાં મોત

ઉત્તરપ્રદેશનાં હાથરસ જિલ્લામાં ઝેરી દારૂ પીવાનાં કારણે પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અડધા ડઝનથી વધુ લોકોની હાલત ગંભીર છે. ગંભીર દર્દીઓની સારવાર જિલ્લા હોસ્પિટલ અને અલીગઢ મેડિકલ કોલેજમાં કરવામાં આવી રહી છે.

India
123 161 ઝેરી દારૂ પીવાનાં કારણે હાથરસમાં પાંચ લોકોનાં મોત

ઉત્તર પ્રદેશનાં હાથરસ જિલ્લામાં ઝેરી દારૂ પીવાનાં કારણે પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અડધા ડઝનથી વધુ લોકોની હાલત ગંભીર છે. ગંભીર દર્દીઓની સારવાર જિલ્લા હોસ્પિટલ અને અલીગઢ મેડિકલ કોલેજમાં કરવામાં આવી રહી છે.

કુદરતી પ્રકોપ / આસામનાં ગુવાહાટી સહિતનાં પૂર્વોત્તરમાં અનુભવાયો ભૂંકપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.4 નોંધાઈ

મળતી માહિતી મુજબ, ગામમાં થતી પરંપરાગત પૂજા દરમિયાન દરેક લોકોએ દેશી દારૂનું સેવન કર્યું હતું. જે બાદ તેઓની તબિયત લથડતાં તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ પાંચ લોકોને મૃત જાહેર કર્યા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ રમેશ રંજનએ જણાવ્યું હતું કે, કોતવાલી ગેટ વિસ્તારમાં નગલા દયા ગ્રામ પંચાયતનાં બે મજરા છે, નગલા પરાધ ગામ નગલા સિંધી. 26 એપ્રિલે સિંધી સમુદાયનાં લોકોએ અહીં તેમના કુળ દેવતાની પૂજા કરી હતી. આ પરંપરા સદીઓ જૂની છે. આમાં સિંધી સમુદાયનાં લોકો તેમના દેવતાને દારૂ ચઢાવે છે અને ત્યારબાદ તેનો પ્રસાદ તરીકે સેવન કરે છે.

ઓક્સિજન સંકટ! / ગુજરાતીની આ ઓક્સિજન ફેક્ટરીમાં ફાયરિંગ, એક પછી એક ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી શખ્સો ફરાર

ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ મુજબ આ પૂજા 26 એપ્રિલનાં રોજ થઈ હતી અને લોકોએ દારૂ સેવન કર્યુ હતુ. 27 એપ્રિલની રાત્રે, સ્થાનિક પોલીસ અને અન્ય માધ્યમો દ્વારા, અમને જાણ થઈ કે ગામમાં મોત થયા છે. માહિતી મળતાની સાથે જ હું, એડીએમ, પોલીસ અધિક્ષક અને અન્ય ટીમો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થળ પર જાણવા મળ્યું કે ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. તેમાંથી એકનાં અંતિમ સંસ્કાર તેના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા હતા. બાકીનાને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

Untitled 45 ઝેરી દારૂ પીવાનાં કારણે હાથરસમાં પાંચ લોકોનાં મોત