Gandhinagar News : ગાંધીનગરના રાયસણમાં આવેલી પીડીપીયુ (PDPU) નજીકની એક ખાનગી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે ચાઈનીઝ ભોજન ભારે પડ્યું છે. ફૂડ પોઈઝનિંગના કારણે 20થી વધુ વિદ્યાર્થીઓ બીમાર પડ્યા છે, જેના કારણે હોસ્ટેલમાં ખળભળાટ મચી ગયો છે. આ હોસ્ટેલમાં લગભગ 200 જેટલા વિદ્યાર્થીઓ રહે છે, ત્યારે એક સાથે આટલા વિદ્યાર્થીઓ બીમાર પડતા અન્ય વિદ્યાર્થીઓ પણ ચિંતામાં મુકાયા છે. ફૂડ પોઈઝનિંગનો આંકડો હજુ પણ વધી શકે છે, તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (મનપા)ની આરોગ્ય શાખાની 2 ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ટીમો દ્વારા વિદ્યાર્થીઓની તબિયતની તપાસ કરવામાં આવી રહી છે અને ફૂડ પોઈઝનિંગના કારણો જાણવા માટે ભોજનના નમૂના લેવામાં આવ્યા છે. હાલમાં ફૂડ પોઈઝનિંગનો ભોગ બનતા વિદ્યાર્થીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેઓ હજુ પણ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.
આ ઘટના બાદ હોસ્ટેલના સંચાલકોની બેદરકારી સામે પણ સવાલો ઉભા થયા છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી ઉઠી રહી છે. આ ઘટના વિદ્યાર્થીઓમાં ચિંતાનું મોજુ ફેલાવી ગયું છે અને તેઓ હોસ્ટેલમાં મળતા ભોજનની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે, મનપાની તપાસ બાદ જ આ ઘટનાનું સાચું કારણ બહાર આવી શકે છે.
આ પણ વાંચો:CCC પરીક્ષા કૌભાંડ મામલે મૌન, GTUએ પરીક્ષા કરી બંધ
આ પણ વાંચો:નોકરીની પરીક્ષા બાદ VVIPના નજીકના લોકોને તક, હાઈકોર્ટે ગણાવ્યું ‘ચોંકાવનારું કૌભાંડ’
આ પણ વાંચો:પંચમહાલમાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાનું કૌભાંડ પકડાયું