Gandhinagar News: રાજ્ય સરકારે લીલા દુકાળનો ભોગ બનેલા ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યુ છે. રાજ્ય સરકારે ભારે વરસાદના લીધે પાકમાં નુકસાની ભોગવનારા ખેડૂતોના માટે પેકેજ જાહેર કર્યુ છે. રાજ્ય સરકારના આ પેકેજનો લાભ ભારે વરસાદના લીધે લીલા દુકાળનો ભોગ બનેલા સાત લાખથી પણ વધુ લાભાર્થીઓને મળશે.
આ વર્ષે અતિવૃષ્ટિને લઈને આખરે ગુજરાતના ખેડૂતોને રાહત પેકેજની જાહેરાત કરાઈ છે. કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોને પાક નુકશાનીમાં સહાયની જાહેરાત કરાઈ છે. 1,419.62 કરોડની સહાયના રાહત પેકેજની જાહેરાત કરાઈ છે. કેબિનેટ બેઠકમાં અતિવૃષ્ટિમાં પાક નુકસાની બાબતે ચર્ચા થઈ હતી. પાક નુકસાની અને રાસાયણિક ખાતરની અછત બાબતે કેબિનેટમાં ચર્ચા વિચારણા કરાઈ હતી. આ રાહત પેકેજના કુલ 1,419.62 કરોડ પૈકી રૂ. 1091.72 કરોડ SDRF હેઠળ આપવામાં આવશે અને રાજય બજેટમાંથી સહાય પેટે રૂ322.23 રોડની રકમ ચૂકવવામાં આવશે
આમ રાજ્ય સરકાર કુલ 8.5 લાખ હેક્ટર જમીન માટે ખેડૂતોને સહાયની ચૂકવણી કરશે. આ પેકેજ રાજ્ય સરકારે ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં અતિવૃષ્ટિનો ભોગ બનેલા ખેડૂતો માટે જાહેર કર્યુ છે. આ પહેલા પણ રાજ્ય સરકાર ઓગસ્ટમાં 350 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરી ચૂકી છે. આમ રાજ્ય સરકાર આ વર્ષે છેલ્લા ચાર માસમાં જ કુલ રૂ. 1,769 કરોડની કૃષિ સહાયની જાહેરાત કરી ચૂકી છે.
આ પેકેજ 20 જિલ્લાના 136 તાલુકામાં 6812 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. પિયત પ્રકાર, બિન પિયત, બાગાયતી પાકનો સમાવેશ કરવામાં આવ્યો છે. 33 ટકાથી વધુ નુકસાની વાળો વિસ્તાર 8.5 લાખ હેક્ટરથી વધુ હોવાનું સરકારે જણાવ્યું છે. જેમાં મુખ્યત્વે મગફળી, કપાસ, ડાંગર, તુવરે અને સોયાબિનના પાકનું નુકસાન થયું હતું. બિનપિયત પાક માટે પ્રતિ હેક્ટર 11 હજાર રૂપિયાની સહાય મળશે, જ્યારે પિયત પાક માટે પ્રતિ હેક્ટર 22 હજાર રૂપિયાની સહાય મળશે.
આ પણ વાંચો: જયેશ રાદડિયાએ સૌરાષ્ટ્રના ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવા કરી માંગ
આ પણ વાંચો: સરકારે ખેડૂતોને 10 હજાર કરોડની સહાય ન કરી તો ગામડે-ગામડે આંદોલનઃ કોંગ્રેસ
આ પણ વાંચો: કમોસમી વરસાદના લીધે મોરબીના રાજપર ગામના ખેડૂતોના પાકને ભારે નુકસાન
