રિપોર્ટ/ FACEBOOkએ પ્રથમવાર રિપોર્ટમાં માન્યું કે આટલી પોસ્ટ નફરત અને ઉશેકરેણીજનકવાળી…જાણો વિગત

કંપનીનું નામ બદલીને મેટા રાખ્યું છે. આ રિપોર્ટ 2021ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર સુધી આપવામાં આવ્યો હતો.

Top Stories India
facebook FACEBOOkએ પ્રથમવાર રિપોર્ટમાં માન્યું કે આટલી પોસ્ટ નફરત અને ઉશેકરેણીજનકવાળી...જાણો વિગત

ફેસબુકે પહેલીવાર સ્વીકાર્યું છે કે તેના પ્લેટફોર્મ પર યુઝર્સને ધમકાવવામાં આવે છે અને હેરાન કરવામાં આવે છે. સરેરાશની વાત કરીએ તો યુઝર્સને 10 હજારથી વધુ આવી પોસ્ટ જોવા મળે છે,જેમાં 15 ઓનલાઇન ધમકી હિંસા ,ઉશકેરણીજનક અને નફરત ભરેલી પોસ્ટ હોય છે

આ ખુલાસો ફેસબુકના લેટેસ્ટ કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ્સ કમ્પ્લાયન્સ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે, જેમણે હાલમાં જ કંપનીનું નામ બદલીને મેટા રાખ્યું છે. આ રિપોર્ટ 2021ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર સુધી આપવામાં આવ્યો હતો. આ મુજબ તેના પ્લેટફોર્મ પર દરેક 10 હજાર કન્ટેન્ટ નફરતથી ભરેલુંજોવા મળ્યું છે. ફેસબુકે આવા 136 મિલિયન કન્ટેન્ટને હટાવ્યા છે. તેમાંથી માત્ર 3.3 ટકા યુઝર્સે  ફરિયાદ નોંધાવવામાં આવી હતી બાકીના ફેસબુકના સર્વેલન્સ સોફ્ટવેર દ્વારા પકડાયા હતા. જો કે, નિષ્ણાતો સહમત છે કે કેટલીક ટેકનીકલ ખામીઓ અને પ્રાદેશિક સમજણના અભાવને કારણે, ફેસબુકની સૂચના વિના મોટી સંખ્યામાં આવી સામગ્રી પ્લેટફોર્મ પર રહે છે.

ફેસબુકે સ્વીકાર્યું છે કે ત્રણ મહિનામાં યુઝર્સને પ્લેટફોર્મ પર 92 લાખ વખત ધમકીઓ અને હેરાનગતિ કરવામાં આવી છે. પરંતુ તેમણે માત્ર એટલી જ સામગ્રી કાઢી નાખી છે. જે સામગ્રીને દૂર કરવામાં આવી ન હતી તેનો આંકડો આપવામાં આવ્યો નથી.META પોતે સ્વીકારે છે કે આવી સામગ્રીને દૂર કરવી એ એક મોટો પડકાર છે, કારણ કે તેમના પ્રાદેશિક સંદર્ભ અને પરિપ્રેક્ષ્યને સમજવું મુશ્કેલ છે. મેટા ફેસબુક પર 14 અને ઇન્સ્ટા પર 12 પેરામીટર્સ પર અલગ-અલગ કન્ટેન્ટનું પરીક્ષણ કરી રહ્યું છે.

Facebook તેના ધોરણોના ઉલ્લંઘનને શોધવા માટે માત્ર 70 ભાષાઓમાં સામગ્રીને માપે છે. તેમાંથી ભારતીય ભાષાઓ માત્ર પાંચ છે. જ્યારે તેના પ્લેટફોર્મ પર 160 ભાષાઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તેથી જ તેમનું તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે.