Covid-19/ દેશમાં આજે સતત બીજા દિવસે કોરોનાનાં કેસમાં નોંધાયો નજીવો ઘટાડો

સતત બીજા દિવસે કોરોનાનાં દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે આ રાહત સામાન્ય છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,33,533 કેસ નોંધાયા છે.

Top Stories India
sss 55 દેશમાં આજે સતત બીજા દિવસે કોરોનાનાં કેસમાં નોંધાયો નજીવો ઘટાડો

સતત બીજા દિવસે કોરોનાનાં દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે આ રાહત સામાન્ય છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,33,533 કેસ નોંધાયા છે. ગઈકાલ કરતાં લગભગ ચાર હજાર જેટલા ઓછા કેસ છે. આપને જણાવી દઈએ કે, ગઈકાલે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં નવા કેસની સંખ્યા 3,37,704 હતી.

આ પણ વાંચો – ઉદ્વઘાટન / PM મોદીએ સુભાષ ચંદ્ર બોઝને 125મી જન્મજયંતિ પર શ્રદ્વાંજલિ અર્પણ કરી, ઇન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમાનું ઉદ્વઘાટન કરશે

કેન્દ્ર સરકારનાં ડેટા અનુસાર દેશમાં હાલમાં 21,87,205 એક્ટિવ કેસ છે. જે લગભગ 5.57 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 2,59,168 લોકોએ 93.18 ટકાના દરે આ મહામારીને માત આપી છે. આ સાથે દેશમાં અત્યાર સુધી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,65,60,650 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે આપવામાં આવેલા નવીનતમ અપડેટ અનુસાર, હવે દેશમાં સક્રિય કેસ વધીને 21 લાખ 87 હજાર 205 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખ 59 હજાર 168 લોકો આ રોગમાંથી સાજા પણ થયા છે. આવી સ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ 3 કરોડ 65 લાખ 60 હજાર 650 લોકો આ રોગથી સાજા થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 73 હજાર 840 નો વધારો થયો છે. દરમિયાન, દેશમાં રસીનાં 161 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 71 લાખ 10 હજાર 445 ડોઝ લગાવવામાં આવ્યા હતા. વળી, 18 લાખ 75 હજાર 533 કોરોના સેમ્પલનાં ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, મહામારી શરૂ થયા બાદ દેશમાં અત્યાર સુધીમાં 3.91 કરોડથી વધુ કોરોના કેસ નોંધાયા છે. જો કે દેશમાં રિકવરી રેટ ઘટીને 93.18 ટકા પર આવી ગયો છે. સાપ્તાહિક ચેપ દર 16.65 ટકા છે.

આ પણ વાંચો – યુપી વિધાનસભા ચૂંટણી 2022 / સમાજવાદી પાર્ટીએ સ્ટાર પ્રચારકની યાદી કરી જાહેર, અખિલેશ માટે જ્યા બચ્ચન માંગશે મત…

તમિલનાડુમાં દરરોજ નવા કોરોના વાયરસનાં ચેપનાં કેસોમાં વધારો થવાનો ટ્રેન્ડ શનિવારે પણ ચાલુ રહ્યો. આરોગ્ય વિભાગે જણાવ્યું કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કુલ 30 હજારથી વધુ નવા કોવિડ કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન વધુ 33 કોવિડ દર્દીઓનાં મોત થયા છે. આ સાથે, રાજ્યમાં રોગચાળાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને 37,178 થઈ ગઈ છે. આ પહેલા ગયા વર્ષે 13 મે નાં રોજ એક જ દિવસમાં 30 હજારથી વધુ નવા કોરોના વાયરસનાં સંક્રમણ નોંધાયા હતા. રાજ્યમાં ચેન્નાઈમાં કોરોના ચેપનાં સૌથી વધુ 6,452 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ કોઈમ્બતુરમાં 3886, ચેંગલપેટ 2337, કન્યાકુમારી 1266, સાલેમ 1080, તિરુવલ્લુર 1069, ઈરોડ 1066 અને તિરુપુરમાં 1014 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાક દરમિયાન કોવિડ માટે કુલ 1,55,648 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોવિડ માટે અત્યાર સુધીમાં 6,04,45,672 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.