Not Set/ અમદાવાદઃ વટવામાંથી 22 લાખ 40 હજારની વિદેશી કરન્સી સાથે એક શખ્સ ધરપકડ

અમદાવાદઃ શહેરમાંથી 22 લાખ 40 હજારની વિદેશી ચલણી નોટો સાથે એક આરોપીને વટવા પોલીસે ઘરપકડ કરી હતી. 8 નવેમ્બરે 500 અને 1000 ની નોટો રદ્દ કર્યા બાદ બ્લેક મની સંઘરીને બેઠેલા લોકોને પોતાના બ્લેકમનીને વ્હાઇટ કરવા માટે મરણીયા બન્યા છે. ત્યારે તે બ્લેકમનીને વ્હાઇટ કરવાન વિવિધ રસ્તા અપનાવી રહ્યા છે. ઘણા લોકો સોનું ખરીદીને પોતાના […]

Gujarat

અમદાવાદઃ શહેરમાંથી 22 લાખ 40 હજારની વિદેશી ચલણી નોટો સાથે એક આરોપીને વટવા પોલીસે ઘરપકડ કરી હતી. 8 નવેમ્બરે 500 અને 1000 ની નોટો રદ્દ કર્યા બાદ બ્લેક મની સંઘરીને બેઠેલા લોકોને પોતાના બ્લેકમનીને વ્હાઇટ કરવા માટે મરણીયા બન્યા છે. ત્યારે તે બ્લેકમનીને વ્હાઇટ કરવાન વિવિધ રસ્તા અપનાવી રહ્યા છે. ઘણા લોકો સોનું ખરીદીને પોતાના બ્લેક મનીને વ્હાઇટ કરી રહ્યા છે તો ઘણા લોકો જન ધન અકાઉન્ટ્સમાં નાણં જમા કરાવી રહ્યા છે.

બ્લેકમનીને વ્હાઇટ કરવા માટે લોકો વિદેશ ચલણમાં રોકાણ કરી રહ્યા છે. વિદેશી ચલણથી નાણાને સરળતાથી બદલી શકાતું હોવાથી આ શખ્સ વિદેશી ચલણી નોટો સાથે નવી ચલણી નોટો બદલવા માટે આવ્યો હતો. આ શખ્સ પાસેથી 580 ડોલરની નોટો  મળી આવી હતી. વટવા પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી પાસેથી મળેલી વિદેશી ચલણે  ભારતીય કરન્સીમાં બદલતા 22 લાખ 40 ની બજાર કિમતની કરન્સી પોલીસે જપ્ત કરી હતી. . આરોપી પાસે ડોલર સિવાય પાઉન્ડ અને રિયાલ પણ મળી આવ્યા છે. ટકાવારી ઉપર બેંકના કર્મચારી સાથે સાંઠગાઠ કરીને વિદેશી નોટ બદલવા આવ્યો હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.