forest department/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે વન વિભાગના કર્મચારીઓ આ રીતે કરશે વિરોધ પ્રદર્શન!જાણો

ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સરકારના અનેક વિભાગના કર્મચારીઓ રાજય સરકાર સામે વિરોધ કરી રહ્યા છે.  વન વિભાગમાં ફરજ બજાવતા વન રક્ષક અને વનપાલ પણ આંદોલન કરી રહ્યા છે

Top Stories Gujarat
27 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે વન વિભાગના કર્મચારીઓ આ રીતે કરશે વિરોધ પ્રદર્શન!જાણો

ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સરકારના અનેક વિભાગના કર્મચારીઓ રાજય સરકાર સામે વિરોધ કરી રહ્યા છે.  વન વિભાગમાં ફરજ બજાવતા વન રક્ષક અને વનપાલ પણ આંદોલન કરી રહ્યા છે. તેમની પડતર માગોનો સ્વીકાર કરવામાં આવે તેવી માગ સાથેનું આવેદનપત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈમેલ કર્યું છે, જેમાં ઉલ્લેખ કરાયો છે કે આગામી 17 મી તારીખે તેમના જન્મદિવસ નિમિત્તે વૃક્ષોનું વાવેતર કરી લીલી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કરશે

ઉલ્લેખનીય છે કે ફોરેસ્ટ બીટગાર્ડ બાદ હવે વનપાલ અને વન રક્ષકો આંદોલનના માર્ગે છેલ્લા ઘણા સમયથી સમગ્ર રાજ્યમાં સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના, ગ્રેડ પે બઢતીમાં 1:3નો રેશિયો જાળવવો જેવી અનેક પડતર માગોને લઈને આંદોલન કરી રહ્યા છે. તો હવે વનપાલ અને વનરક્ષકોએ પણ 6 દિવસથી પડતર માગોને લઈને સરકાર સામે વિરોધ કરી રહી છે.

 ઉલ્લેખનીય છે કે, 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને વનરક્ષકો ખાસ વિશેષ ઉજવણી કરવાના મૂડમાં પણ છે. આવેદનપત્રમાં ઉલ્લેખ થયા મુજબ, આ દિવસે સમગ્ર રાજ્યમાં વનપાલ અને વન રક્ષકો તેમના જિલ્લામાં 72 જેટલા વૃક્ષોનું વાવેતર કરીને લીલી પટ્ટી ધારણ કરી સાંકેતિક રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવશે. સાથે જ તેમની માગણીઓની નિરાકરણ આવે તે માટે વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવશે.