ગીરગઢડા/ લોકો પોલીસ અને વનવિભાગને જોઇ સિંહ દિવાલ પર કલાકો સુધી બેસી રહ્યો

લોકોની અવર જવર હોય એવા સમયે સિંહ આવી પોહચતા સિંહને જોવા લોકોના ટોળે ટોળા એકત્ર થયેલ અને સિંહ યુગલ પણ ટોળાને જોઇને ગામમાં ફરવા લાગ્યું હતું.

Gujarat Others
ગીરગઢડા લોકો પોલીસ અને વનવિભાગને જોઇ સિંહ દિવાલ

ઊના ગીરગઢડા પંથક ગીરજંગલ બોર્ડરની નજીક આવેલ હોવાથી છાશવારે શિકારની શોધમાં સિંહ ગ્રામ્ય વિસ્તાર સુધી પોહચી જતાં હોય છે. તેમાંય ખાસ કરીને તાલુકાના ખાપટ, વડવિયાળા, ઝુડવડલી અને ફાટસર ગામમાં તો સિંહે પોતાનું કાયમી નિવાસ સ્થાન બનાવી લીધેલ હોય તેમ આ ગામોમાં સિંહની રોજીંદી અવર જવર હોવાનું પણ ગ્રામજનો માંથી જાણવા મળે છે.

ત્યારે ગતરાત્રીના દશ વાગ્યાનીઆ આસપાસ ગીરગઢડાના વડવિયાળામાં સિંહ યુગલ સિંહબાળ સાથે આવી પોહચતા લોકોમાં અફડા તફડી મચી જવા પામેલ સામાન્ય રીતે સિંહ શિકારની શોધમાં મોડીરાત્રીના સમયે ગામમાં લટાર મારવા નિકળતા હોય છે. પરંતુ ગઇકાલે રાત્રીના દશ વાગ્યે વડવિયાળામાં પ્રવેશ કરતા ગામમાં પણ લોકોની અવર જવર હોય એવા સમયે સિંહ આવી પોહચતા સિંહને જોવા લોકોના ટોળે ટોળા એકત્ર થયેલ અને સિંહ યુગલ પણ ટોળાને જોઇને ગામમાં ફરવા લાગેલ અને ગામના શિવાલય મંદિર પાસે સિંહ પોહચી જતાં લોકો વધુને વધુ સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગામમાં સિંહ આવ્યાની વાત વાયુવેગે ફેલાતા બાજુના નજીકના ગામવાળા પણ વડવિયાળા પોહચી ગયા હતા. અને એક તરફ સિંહ શિવાલય મંદિર પાસે પોહચી ગયેલ અને સિંહણ ગામમાં આંટા મારતી હોય અને ગામમાં લોકોની ચિચયારી સાંભળી સિંહણ પણ એક ગલીમાંથી બીજી ગલીમાંથી નિકળી ગામની બહાર સિંહબાળ સાથે પોહચી હતી. જ્યારે આ બાબતની જાણ વનવિભાગને થતાં ફોરેસ્ટર વિરાભાઇ ચાવડા તથા સ્ટાફના ડી જી સરવૈયા, એચ ડી તલાડીયા સહીતનો વનવિભાગનો કાફલો વડવિયાળા પોહચી ગયા હતા. અને ઘટના સ્થળ પરની સ્થિતી જોઇ અચંબામાં પડી ગયેલ એક તરફ લોકોનું ટોળુ બીજી તરફ સિંહ શીવાલય મંદિરની બાજુમાં આવેલ દિવાલ પર ચડી બેસી ગયો હતો.

પરિસ્થિતીને કાબુમાં લેવા અને લોકોને વિખેરવા વનવિભાગે તાત્કાલીક ઊના પોલીસને બોલાવી હતી. અને પોલીસ પણ ઘટના સ્થળે પોહચી હતી. જ્યારે પોલીસ અને વનવિભાગની જવાબદારી એ હતી કે સિંહ કોઇ પણ વ્યક્તિ પર હુમલો ન કરે અને કોઇ વ્યક્તિ સિંહને ઉશ્કેરે નહી બાદમાં ગ્રામજનોને સમજાવી પોત પોતાના ઘરે મોકલી આપ્યા હતા. અને એક કલાકની જહેમત બાદ પરિસ્થિતી થાળે પડતા વનવિભાગ અને પોલીસે હાશકારો અનુભવ્યો હતો. પરંતુ જ્યાં સુધી લોકો હટ્યા નહી ત્યાં સુધી સિંહ પણ કલાકો સુધી દિવાલ પર બેસી રહ્યો હતો. આમ કલાકો સુધી ગામમાં સિંહ રોકાણ કર્યુ અને લોકોએ કલાકો સુધી ઉચકજીવે સિંહ દર્શનનો લ્હાવો પણ માણ્યો હતો.

હું દુકાન બંધ કરતો હતો અને સાવજો આવ્યા
શીવાલય મંદિર પાસે પાનનો ગલ્લો ધરાવતા હિરેનભાઇએ જણાવેલ હતું કે હું રાત્રીના દશ વાગ્યે મારી દુકાનને બંધ કરતો હતો. અને અચાનક સાવજ આવી પોહચતા મે દુકાનને તાળુ મારી બાજુની ગલી માંથી ઘરે પોહચી ગયો હતો. પરંતુ ગામમાં મોડી રાત્રી સુધી સાવજો રોકાયા હતા.

બે દિવસથી સિંહ જોયા ન હતા તો ગામમાં રાત્રીના આવી ગયા

વડવિયાળાના રહીશ બાબુભાઇ ઘેલાણીનો સંપર્ક કરતા તેમણે જણાવેલ હતુ કે હમણા બે ત્રણ દિવસથી ગામની બહાર નિકળીએ તો સિંહ જોવા મળેલ નહી ત્યાં ગતરાત્રીના સિંહયુગલ ગામમાં આવી ગયેલ અને અફડા તફડી મચી જવા પામેલ અને ગાયનું મારણ પણ કર્યુ હોવાનું ગ્રામજનોએ જણાવેલ હતું..

રાત્રીના દશ વાગ્યે સિંહયુગલ આવ્યુ અને લોકો ગભરાયા…
વડવીયાળામાં રાત્રીના દશ વાગ્યાના અરસામાં લોકોની અવર જવર શરૂ હોય અને ઓટલા પરીષદ બેસેલ હોય અને સિંહ યુગલ આવી પોહચતા લોકો ગભરાયા હતા. અને સિંહ પણ લોકોને જોઇ ગભરાય ગયેલ અને કલાકો સુધી વડવિયાળા ગામના મહેમાન સિંહ બનેલ હતો…
રાત્રીના સમયે સિંહપ્રેમીઓ સિંહ દર્શન કરવા ગ્રામ્ય વિસ્તાર સુધી પોહચે છે…

ખાપટ, વડવીયાળા, ઝુડવડલી તેમજ ફાટસર ગામ સિંહનું કાયમી રહેઠાંણ બન્યુ હોય તેમ રાત્રીના સમયે લગભગ આ ગામની અંદર કે સીમમાં સિંહ અચૂક જોવા મળતા હોય છે. ત્યારે સિંહપ્રેમીઓ સિંહ દર્શન કરવા રાત્રીના સમયે આ ગામોમાં દૂર દૂરથી આવી પોહચતા હોવાનું સુત્રો માંથી જાણવા મળી રહ્યું છે.

આસ્થા / સતત ધનની ખોટ કે કામનો બોજ વધી રહ્યો છે તો આ ગ્રહ બની શકે છે કારણ, જાણો ઉપાયો

આસ્થા / 31 માર્ચે હિન્દુ પંચાંગની છેલ્લી અમાવસ્યા, જો તમે પિતૃ દોષથી પરેશાન છો તો આ ઉપાયો કરો

Life Management / ગુરુએ શિષ્યને પાણી લાવવા કહ્યું, ઝરણાનું પાણી ગંદુ જોઈને તે પાછો ફર્યો, ગુરુએ તેને ફરીથી મોકલ્યો ત્યારે…