ricky ponting/ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગની તબિયત ચાલુ કોમેન્ટ્રીએ બગડી

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગની લાઇવ કોમેન્ટ્રી દરમિયાન અચાનક જ તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. વેસ્ટઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલતી પ્રથમ ટેસ્ટ દરમિયાન તે કોમેન્ટ્રી કરી રહ્યા હતા. તે સમયે અચાનક તેમની તબિયત બગડી હતી.

Sports

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગની લાઇવ કોમેન્ટ્રી દરમિયાન અચાનક જ તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. વેસ્ટઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલતી પ્રથમ ટેસ્ટ દરમિયાન તે કોમેન્ટ્રી કરી રહ્યા હતા. તે સમયે અચાનક તેમની તબિયત બગડી હતી.

વેસ્ટઇન્ડિઝની ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને બંને વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. 30 નવેમ્બરથી પર્થમાં રમાતી પ્રથમ ટેસ્ટમાં રિકી પોન્ટિગ કોમેન્ટ્રી કરતા હતા. ચેનલ સેવનના પ્રવક્તાએ ફોક્સ સ્પોર્ટ્સને જણાવ્યું છે કે રિકી પોન્ટિંગ અસ્વસ્થ છે અને તેની તબિયત બગડવાના સમાચારને પગલે તે બાકીનું મીડિયા કવરેજ કરશે નહી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોન્ટિંગની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. તેણે પોતે જ તેના સાથીદારોને અસ્વસ્થતા વિશે જાણ કરી.

પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે લંચ બ્રેક દરમિયાન પોન્ટિંગને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. તેણે તેની સાથે કામ કરતા લોકોને કહ્યું કે તેની તબિયત સારી નથી. હોસ્પિટલમાં પણ જવા માંગે છે. આટલું કહેતાં જ મેડિકલ ટીમ ત્યાં પહોંચી અને તેને હોસ્પિટલ લઈ ગઈ. ઉલ્લેખનીય છે કે રિકી પોન્ટિંગ ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ ટેસ્ટ અને વન-ડે રન કરનાર અને સદી ફટકારનાર કેપ્ટન અને ખેલાડી છે. ઓસ્ટ્રેલિયા તરફથી ટેસ્ટ અને વન-ડેમાં તેનો રેકોર્ડ તોડવાની ક્ષમતા ધરાવતો કોઈ ખેલાડી નથી. સ્ટીવ સ્મિથ આ કરવા સક્ષમ હતો, પરંતુ બોલ ટેમ્પરિંગમાં તેના પર પ્રતિબંધ લાગતા અને પછી કોરોનામાં સમય બગડતા હવે તેના માટે પણ પોન્ટિંગનો રેકોર્ડ તોડવાની સંભાવના નથી.

આ પહેલા પણ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર શેન વોર્નનું હૃદયરોગના હુમલાના લીધે મોત થયું હતું. શેન વોર્ન થાઇલેન્ડમાં રજાઓ ગાળવા ગયો હતો ત્યારે હૃદયરોગના હુમલાના લીધે ફક્ત 51 વર્ષની વયે મૃત્યુ પામ્યો હતો. આ સિવાય ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ હૃદયરોગની તકલીફોનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચોઃ

Accident/નર્મદામાં કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના 3 લોકોના મોત

Mallikarjun Kharge’s public meeting/કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે આજે ગુજરાતમાં બે જાહેર સભાઓ સંબોધશે