Not Set/ BBCના ભૂતપૂર્વ પત્રકારે રાજકુમારી ડાયના સાથેના વિવાદિત ઇન્ટરવ્યુ અંગે પ્રિન્સ વિલિયમ અને હેરીની માંગી માફી

આ મુલાકાતમાં બશીરે તેની કારકિર્દીની દ્રષ્ટિએ ઘણું બધુ મેળવી લીધું હતું. તેઓ એક પછી એક નોકરી બદલતા જતા રહ્યા. અનેક અમેરિકન ટીવી ચેનલોમાં પણ કામ કર્યું. આ ઇન્ટરવ્યુને 23 કરોડ લોકોએ જોયો હતો.

World Trending
corona 8 BBCના ભૂતપૂર્વ પત્રકારે રાજકુમારી ડાયના સાથેના વિવાદિત ઇન્ટરવ્યુ અંગે પ્રિન્સ વિલિયમ અને હેરીની માંગી માફી

બીબીસીના ભૂતપૂર્વ જર્નાલિસ્ટ માર્ટિન બશીરે 1995 માં પ્રિન્સેસ ડાયના સાથેના કરેલા ઇન્ટરવ્યુમાં ઉભા થયેલા વિવાદ બદલ માફી માંગી લીધી છે. બીબીસીએ પણ આ મામલે દુ: ખ વ્યક્ત કર્યું છે. બશીરે એક મુલાકાતમાં કહ્યું – મારો હેતુ પ્રિન્સેસ ડાયનાને નુકસાન પહોંચાડવાનો નહોતો અને તેનાથી ડાયનાને કોઈ નુકસાન થયું પણ  નહીં. જો કે, હું હજી પણ પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીની માફી માંગું છું.

શું હતી આખી ઘટના 
આ ઘટના 1995 ની છે. ત્યારબાદ રાજકુમારી ડાયના અને રાજવી પરિવાર વચ્ચે કેટલાક અણબનાવ થયાના સમાચાર આવ્યા હતા. દરમિયાન, બીબીસીના પત્રકાર માર્ટિન બશીરે ડાયનાના ભાઈ દ્વારા તેણીને ઇન્ટરવ્યૂ માટે તૈયાર કર્યા હતા. આરોપ છે કે બશીરે આ માટે ડાયનાના ભાઈ અર્લ સ્પેન્સરને લાલચ આપી હતી. ડાયના ખૂબ પ્રખ્યાત વ્યક્તિ હતી. 1997 માં પેરિસમાં કાર અકસ્માતમાં તેમનું મોત નીપજ્યું હતું. તે સમયે, તે 37 વર્ષની હતી.

જો કે આ મુલાકાતમાં ડાયનાએ ઈશારા ઈશારા માં એવી કેટલીક હકીકત જણાવી હતી જેનાથી રાજવી પરિવાર નાખુશ હોતો. બાદમાં સ્પેન્સરે ખુદ ખુલાસો કર્યો હતો કે ઇન્ટરવ્યુ લેનાર બશીરે તેને લાલચ આપી ને  તેને આ ઇન્ટરવ્યૂ માટે તૈયાર કર્યો હતો. આ કેસમાં કેટલાક નકલી બેંક સ્ટેટમેન્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

Martin Bashir apologizes to William and Harry over Diana interview - Report Door

હવે શું કહે છે બશીર
બ્રિટનમાં, રાજવી પરિવારના સન્માન અને સ્થિતિને ધ્યાનમાં રાખીને આ મામલો મોટો હતો. તેથી જ તે ક્યારેય ય્હંડો પણ  અંતહી થયો.  બીબીસીએ તેની તપાસના આદેશ આપ્યાહતા. આ કેસમાં હવે 58 વર્ષનો બશીર દોષી સાબિત થયો હતો. તેમની ભૂતપૂર્વ સંસ્થાએ આ ઘટના પર દુ: ખ વ્યક્ત કર્યું હતું.

Diana interview: Martin Bashir 'doesn't believe he harmed' Diana | Metro News

તે જ સમયે, બશીરે શનિવારે ‘સન્ડે ટાઇમ્સ’ ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. કહ્યું- હું ક્યારેય નહોતો  ઇચ્છતો કે રાજકુમારી ડાયનાને કોઈ નુકસાન પહોંચાડે. પરંતુ,  જે બન્યું તેના માટે હું  પ્રિન્સ વિલિયમ અને હેરીની માફી માંગું છું. પ્રિન્સ હેરીએ બશીરની પદ્ધતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા. તે જ સમયે, બશીરે કહ્યું – ડાયનાના જીવનમાં બનેલી અન્ય ખોટી બાબતો માટે મને જવાબદાર ઠેરવી શકાય નહીં. હું અને મારા પરિવારજનો પણ ડાયનાને ખૂબ ચાહતા હતા.  આ ઇન્ટરવ્યૂ પછી પણ, ડાયના અને મારો મૈત્રીપૂર્ણ સંબંધ હતો. ડાયનાને ઇન્ટરવ્યૂ વિશેની બધી  માહિતી આપવામાં આવી હતી. તેમની પાસેથી કશું છુપાયેલું નહોતું.

Diana interview inquiry sparks fresh crisis of trust for the BBC | Financial Times

બીબીસીએ ભૂલ સ્વીકારી
આ કેસની સ્વતંત્ર કમિશન દ્વારા તપાસ કરવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ટરવ્યૂ બીબીસીની માનક પ્રથા અનુસાર નહોતો. બશીર પર ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા. તે સમયે તે જુનિયર હતો. અહેવાલ બાદ બીબીસીએ માફી માંગી . આ મુલાકાતમાં બશીરે તેની કારકિર્દીની દ્રષ્ટિએ ઘણું બધુ મેળવી લીધું હતું. તેઓ એક પછી એક નોકરી બદલતા જતા રહ્યા. અનેક અમેરિકન ટીવી ચેનલોમાં પણ કામ કર્યું. આ ઇન્ટરવ્યુને 23 કરોડ લોકોએ જોયો હતો. ડાયનાએ આમાં પતિ પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા પાર્કરના સંબંધો પણ જાહેર કર્યા.